For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ અચાનક મોદીની ચિંતા કેમ કરવા લાગ્યાં?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-arvind
નવી દિલ્હી, 24 માર્ચ: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ દ્રારા આપવામાં આપેલું આમંત્રણ પાછું ખેંચી લેવાનો વિરોધ કર્યો છે. અરવિંદ કેજરીવાલે ગઇકાલે વ્હાર્ટન ઇકોનોમિક ફોરમમાં પોતાના ભાષણ દરમિયાન કહી હતી. સવાલ એ છે કે અરવિંદ કેજરીવાલ અચાનક નરેન્દ્ર મોદીની આટલી ચિંતા કેમ કરવા લાગ્યાં છે?

અરવિંદ કેજરીવાલે શનિવારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમને સંબોધિત કરી હતી. આ તે જ આંતરરાષ્ટ્રીય ફોરમ છે જેને થોડા દિવસો પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાષણ આપવા માટે બોલાવ્યા હતા પરંતુ પછી કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીના વિરોધના કારણે આમંત્રણ પાછું ખેંચી લીધું હતું.

આમ તો અરવિંદ કેજરીવાલને તેમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને આમ આદમી પાર્ટી વિશે બોલવા માટે બોલાવ્યા હતા, પરંતુ તેમને અસલી મુદ્દા પર આવતાં પહેલાં નરેન્દ્ર મોદીનું આમંત્રણ પાછું ખેંચવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે એ પણ સ્પષ્ટ કરી દિધું હતું કે તે નરેન્દ્ર મોદીના સમર્થક ન હોવા છતાં તેમનું આમંત્રણ પાછું ખેંચવાને ખોટું ગણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીના મુદ્દે પોતાની વાત મુક્યા બાદ અરવિંદ કેજરીવાલે ભારતમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને કહ્યું હતું કે આ ભ્રષ્ટાચારના મૂળને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટી બનાવી રાજકારણના મેદાનમાં ઉતર્યા છે, અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમને તેમના સાથીઓએ પોતાના આદર્શો પર ચાલવા માટે પોતાની પર્સનલ લાઇફમાં ભારે કિંમત ચુકવવી પડી રહી છે.

English summary
"Troubled" and "dismayed" at Wharton University withdrawing its invitation to Narendra Modi, AAP leader Arvind Kejriwal today said the varsity's decision to change its mind "under pressure" was "very wrong".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X