For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલમ 370 હટ્યાના એક મહિના બાદ જમ્મુ-કાસ્મીરમાં શું બદલ્યું?

કલમ 370 હટ્યાના એક મહિના બાદ જમ્મુ-કાસ્મીરમાં શું બદલ્યું?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઠીક એક મહિના પહેલા પાંચ ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાસઅમીરમાં લાગૂ કલમ 370 અને 35એ ખતમ કરવાનો ઐતિહાસિક ફેસલો લીધો. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જાણખારી આપી કે રાજ્યમાં લાગૂ કલમ 370 હટાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાનૂનને રાજ્યથી હટાવી લેવમાં આવ્યો અને રાજ્યને બે ભાગમાં વહેંચ્યા બાદ બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તબદિલ કરી દેવામાં આવ્યાં. સરકારના આ એલાનની સાથે જ ઘાટીમાં પાછલા 20 દિવસથી જે હલચલ ચાલુ હતી તે પણ ખતમ થઈ ગઈ. એક મહિનામાં ઘણુંબધું બદલાઈ ગયું છે. પાડોસી દેશ પાકિસ્તાન જ્યાં બધાથી અલગ પડી ગયું છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની એક એવા દેશની છબી બની છે જેને આંતરિક મામલામાં હસ્તક્ષેપ જરા પણ પસંદ નથી.

5 ઓગસ્ટે સવારે 11 વાગ્યે એલાન થયું

5 ઓગસ્ટે સવારે 11 વાગ્યે એલાન થયું

પાંચ ઓગસ્ટે સવારે 11 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહે પહેલા રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. શાહ જ્યારે પ્રસ્તાવ રજૂ કરી રહ્યા હતા તો તેમનું કહેવું હતું કે સરકાર આના દ્વારા ઐતિહાસિક ભૂલ સુધારી રહી છે. સરકારના ફેસલા પહેલા 20 દિવસોથી જમ્મુ-કાશ્મીરને લઈ દુવિધાની સ્થિતિ બનેલ હતી. સરકાર તરફથી પાંચ ઓગસ્ટે જે એલાન કરવામાં આવ્યું હતું તે પહેલા સત્તાવાર એલાન હતું. સરકાર તરફથી પોતાનો ફેસલો સંભળાવતા પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓ ઓમર અબ્દુલ્લા અને મહેબૂબ મુફ્તીને નજરબંધ કરી દેવામાં આવ્યા હતા. એક મહિના બાદ કાશ્મીરના 150 નેતા નજરબંધ છે અને હજુ સુધી સરકાર તરફથી સ્પષ્ટ નથી થયું કે તેમને ક્યારે છોડવામાં આવશે.

ઘાટીમાં મોબાઈલ, ઈન્ટરનેટ બંધું બંધ

ઘાટીમાં મોબાઈલ, ઈન્ટરનેટ બંધું બંધ

સાથે જ ઘાટીમાં મોબઈલ ઈન્ટરનેટ, ફોનની લાઈનો વગેરે બંધ કરી દેવામાં આવ્યાં હતાં. સરકારી ઑફિસર્સને સેટેલાઈટ ફોન આપવામાં આવ્યા હતા જેથી તેઓ સંપર્ક રાખી શકે. રવિવારે પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું કે આદેશ મુજબ મૂવમેન્ટ બંધ રહેશે. સાથે જ તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવામાં આવશે. પ્રશાસન તરફથી જણાવવાાં આવ્યું કે કોઈપણ પ્રકારની પબ્લિક મીટિંગ્સ અને રેલીઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. શ્રીનગરમાં 20 દિવસ સુધી કર્ફ્યૂ ચાલુ રહ્યું અને આ દરમિયાન લોકો પોતાના ઘરોમાંથી બહાર નહોતા નિકળી શકતા. જો કે 19 ઓગસ્ટથી ઘાટીમાં બધું સ્થિર થવા લાગ્યું. ઓઘસ્ટ માસના અંતમાં જમ્મુના 20 જિલ્લા અને કાશ્મીરના કુપવાડા તથા હંદવાડામાં લેન્ડલાઈન ફોન ચલુ થઈ ગયા. ત્રણ સપ્ટેમ્બરે સરકાર તરફથી જણાવવામાં આ્યું કે આગામી 15 દિવસમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા ઠપ થઈ શકે છે.

રાજ્યપાલે સરકાર તરફથી જાણકારી આપી

રાજ્યપાલે સરકાર તરફથી જાણકારી આપી

આ સમગ્ર મામલે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની ભૂમિકાને લઈને પણ કેટલાક લોકોએ તેમના વખાણ કર્યાં તો કેટલાકે તેમની આલોચના કરી. સત્યપાલ મલિકે ચાર ઓગસ્ટે નિવેદન આપ્યું અને કહ્યું કે રાજ્યથી આર્ટિકલ 370 અને 35એ હટાવવા જેવો કોઈપણ ફેસલો નથી લેવાયો. પરંતુ 24 કલાક પહેલા જ મોદી સરકારે તેમને ચોંકાવી દીધા અને પોતાના ફેસલા વિશે તેમને પણ જાણકારી આપી દીધી. મલિક એક મહિનામાં જમ્મુ-કાશ્મીરના લોકો અને અહીંના હાલાત જણાવવા માટે સરકારના પ્રતિનિધિની જેમ છે. તેમણે પાછલા દિવસોમાં જણાવ્યું હતું કે ઘાટીમાં વ્યવસ્થા સામાન્ય થવામાં વધુ 20 દિવસ લાગી શકે છે. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે અલગાવવાદિઓ અને રાજનેતાઓ સાથે કોઈપણ પ્રકારની વાતચીત નહિ થાય.

પાકિસ્તાને ગેરકાયદેસર ફેસલો જણાવ્યો

પાકિસ્તાને ગેરકાયદેસર ફેસલો જણાવ્યો

ભારત સરકારે જેમ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનું એલાન કર્યું, પાડોસી પાકિસ્તાન અકળાયું. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને વિદેશ વિભાગ તરફથી તરત સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું. દિલચસ્પ વાત એ છે કે પાંચ ઓગસ્ટના ઠીક એક દિવસ પહેલા જ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન ટ્વીટ કરી ફરી એકવાર અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કાશ્મીર મામલે મધ્યસ્થતાની માંગ કરી રહ્યા હતા. પાકિસ્તાનના વિદેશ વિભાગ તરફથી પણ આ મામલે નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. વિદેશ વિભાગ તરફથી કહેવામાં આવ્યું હતું કે કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય વિવાદ છે અને પાકિસ્તાન આ ગેરકાયદેસર પગલાનો જવાબ આપવા માટે દરેક વિકલ્પો તલાસશે. પાક રાષ્ટ્રપતિ ડોક્ટર આરિફ અલ્વીએ કહ્યું, ભારતે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ બદલવાની એક કોશિશ કરી છે અને આ યૂએનએસસીના પ્રસ્તાવો અને કાશ્મીરના લોકોની મરજીની વિરુદ્ધ છે. એક મહિનાની અંદર પીએમ ઈમરાન ખાન ચાર વખત પરમાણુ યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે અને સતત તેમના મંત્રીઓ ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે. ઈમરાને 26 ઓગસ્ટે પોતાના દેશની જનતાને વચન આપ્યું કે તેઓ આ મહિને યૂનાઈટેડ નેશંસ જનરલ એસેમ્બલી એટલે કે UNGAમાં કાશ્મીર મામલે આંતરરાષ્ટ્રીકરણ કરવાની પૂરી કોશિશ કરશે.

ભારતે ગણાવ્યો આંતરિક મામલો

ભારતે ગણાવ્યો આંતરિક મામલો

આ સમગ્ર મામલે એક મહિનામાં ભારતને અમેરિકા, ફ્રાંસ, રશિયા અને બ્રિટન એટલે કે સુરક્ષા પરિષદના ચાર સ્થાયી સભ્યોનું મોટું સમર્થન મળ્યું. માત્ર ચીન જ એવો દેશ છે જેમણે પાકિસ્તાનના અનુરોધ પર યૂનએનએસસીની એક સ્પેશિયલ મીટિંગ બોલાવી. બધ રૂમમાં થયેલ આ મીટિંગમાં ભારતે તમામ દેશોને સ્પષ્ટ કરી દીધું કે જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને આર્ટિકલ 370 હટવાથી બહારની સીમા પર કોઈ અસર નહિ પડે. અમેરિકા, ફ્રાંસ, રશિયા અને બ્રિટને તો આ મામલાને આંતરિક મામલો ગણાવી દીધો તો કેટલાક મુસલમાન દેશ જેમ કે યૂએઈએ પણ આ મામલે ભારતને સાથ આપ્યો. જ્યારે ચીનને પણ સ્પષ્ટ કરી દીધું કે કાશ્મીરનો આંતરિક મામલો છે અને તેમાં હસ્તક્ષેપ કરવાનો ચીનનો અધિકાર નથી. 26 ઓગસ્ટે પીએમ મોદી, અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. આ મુલાકાતમાં તેમણે સ્પષ્ટ કરી દીધું કે ભારત અને પાકિસ્તાનના મામલા દ્વિપક્ષીય છે અને તેવામાં કોઈપણ ત્રીજા દેશની જરૂરત નથી.

‘જેમના નામ એનઆરસીમાં નથી તેમની નસબંધી કરીને જેલમાં નાખી દેવા જોઈએ'

સોશિયલ મીડિયા પર પાક નેતાઓની મજાક ઉડી

સોશિયલ મીડિયા પર પાક નેતાઓની મજાક ઉડી

જ્યાં એક તરફ પાકિસ્તાનના નેતા સતત ભડકાઉ નિવેદનો આપવામાં લાગ્યા હતા ત્યારે ઈમરાનના મંત્રી ફવાદ ચૌધરી, શેખ રાશિદ અને પૂર્વ રાજનાયિક અબ્દુલ બાસિત ક્યારેક ખોટી જાણખારી ટ્વીટ કરવા તો ક્યારેક આંતરિક મામલે હસ્તક્ષેપ કરવાના કારણે ટ્વિટર પર ટ્રોલ થયા. જ્યાં ફવાદ ચૌધરી પાછલા એક મહિનાથી કાશ્મીરને લઈ ભારે ટ્વીટ કરી રહ્યા છે. એકવાર તો એક ખોટા ટ્વીટના કારણે તેમને ટ્રોલ કરી દેવામાં આવ્યા. જ્યારે રેલ મંત્રી શેખ રાશિદે પણ ભારે ધમકીઓ આપી હતી. ત્યારે તેમને પણ ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા.

English summary
what changed in jammu and kashmir after article 370 removed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X