For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિટી લૉકડાઉન એટલે શું? જાણો બધી જ વિસ્તૃત માહિતી

સિટી લૉકડાઉન એટલે શું? જાણો બધી જ વિસ્તૃત માહિતી

|
Google Oneindia Gujarati News

કોરોનાવાઈરસનો ખતરો ચીનથી નીકળી દુનિયાના કેટલાય દેશોમાં પહોંચી ગયો છે. હજી સુધી તેનો ઈલાજ નથી શધાયો. એવામાં સંક્રમણથી બચાવના ઉપાય કરી શકાય છે. આ ચીજને ધયાનમાં રાખી દુનિયાભરના કેટલાય દેશોમાં લૉકડાઉન જેવી સ્થિતિ છે. આજે સાંજે પીએમ મોદી દેશને સંબોધિત કરશે. પહેલા એવી અફવા ઉડી હતી કે હદાચ પીએમ દેશમાં લૉકડાઉનની ઘોષણા કરશે. પરંતુ બાદમાં એ સ્પષ્ટીકરણ આવ્યું કે આવી કોઈ વાત નથી થઈ.

શું હોય છે લૉકડાઉન?

શું હોય છે લૉકડાઉન?

લૉકડાઉન એક ઈમર્જન્સી વ્યવસ્થાય હોય છે. જો કોઈ ક્ષેત્રમાં લૉકડાઉન થઈ જાય ચે તો તે ક્ષેત્રના લોકોને ઘરમાંથી નીકળવાની મંજૂરી નથી હોતી. જીવન માટે જરૂરી ચીજો માટે જ બહાર નીકળવાની મંજૂરી હોય છે. જો કોઈને દવા કે અનાજની જરૂરત હોય છે તો બહાર જઈ શકે છે અથવા હોસ્પિટલ અને બેંકના કામ માટે મંજૂરી મળી કે છે. નાના બાળકો અને વૃદ્ધો દેખભાળના કામથી પણ બહાર નીકળવાની મંજૂરી મળી શકે છે.

લૉકડાઉન શા માટે કરાય છે?

લૉકડાઉન શા માટે કરાય છે?

કોઈ પ્રકારના ખતરાથી માણસ અને કોઈ વિસ્તારને બચાવવા માટે લૉકડાઉન કરવામાં આવે છે. જેમ કોરોનાના સંક્રમણને લઈ કેટલાય દેશોમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. કોરોનાવાઈરસનું સંક્રમણ એક બીજા માણસમાં ના થાય તે માટે જરૂરી છે કે લોકો ઘરની બહાર ઓછા નીકળે. બહાર નીકળવાની સ્થિતિમાં સંક્રમણનો ખતરો વધી જશે. માટે કેટલાક દેશોમાં લૉકડાઉન જેવી સ્થિતિ છે.

કયા દેશોમાં છે લૉકડાઉન?

કયા દેશોમાં છે લૉકડાઉન?

ચીન, ડેનમાર્ક, અલ સલવાડોર, ફ્રાંસ, આયરલેન્ડ, ઈટલી, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ અને સ્પેનમાં લૉકડાઉન જેવી સ્થિતિ છે. સૌથી પહેલા ચીનમાં સંક્રમણ સામે આવ્યું હતું માટે સૌથી પહેલા ત્યાં જ લૉકડાઉન કરવામાં આવ્યું. ઈટલીમાં મામલો ગંભીર થયા બાદ ત્યાંના વડાપ્રધાને દેશને લૉકડાઉન કરી દીધું. જે બાદ સ્પેન અને ફ્રાંસે પણ કોરોના સંક્રમણ માટે આ પગલાં ઉઠાવ્યાં.

ક્યારે ક્યારે લૉકડાઉન થયું?

ક્યારે ક્યારે લૉકડાઉન થયું?

  • અમેરિકામાં 9/11ના આતંકી હુમલા બાદ ત્યાં ત્રણ દિવસનું લૉકડાઉન કરવામાં આવ્યું હતું.
  • ડિસેમ્બર 2005માં ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે રમખાણો રોકવા માટે લૉકડાઉન કર્યું હતું.
  • 19 એપ્રિલ 2013ના રોજ બોસ્ટન શહેરને આતંકીઓને શોધવા માટે લૉકડાઉન કરવામાં આવ્યું હતું.
  • નવેમ્બર 2015માં પેરિસ હુમલા બાદ સંદિગ્ધોને પકડવા માટે વર્ષ 2015માં બ્રુસેલ્સમાં આખા શહેરને લૉકડાઉન કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા, વાંચો પીએમના જ શબ્દોમાંપીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા, વાંચો પીએમના જ શબ્દોમાં

English summary
what does city lockdown mean? know detailed information
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X