જાણો દેશમાં વધી રહેલા બળાત્કાર ના બનાવો અંગે હાર્દિક પટેલે શુ કહ્યું

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

દેશમાં મહિલાઓ પર વધી રહેલી હિંસા અને બળાત્કાર ના બનાવોને કારણે દેશ એક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અલગ અલગ સ્થાનો પર કેન્ડલ માર્ચ યોજવા માં આવી રહી છે. જેમાં પાટીદાર લીડર હાર્દિક પટેલે નિકોલ ખાતે યોજાયેલી કેન્ડલ માર્ચ માં ભાગ લીધો હતો અને તેની સાથે પાંચ હજારથી વધારે લોકો પણ માર્ચમાં જોડાયા હતા.

hardik patel

આ સમયે હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે , માફ કરજો પણ દીકરીઓને ગરબા કે દાંડિયાના ક્લાસ નહિ પરંતુ કરાટે ના ક્લાસ પણ કરવા કેમ કે આ સરકાર નપુંસક છે. સુરત,ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ બાળાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો જેના વિરોધમાં આજે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા.

સુરત અને જમ્મુ કાશ્મીરમાં ૮થી૧૦ વર્ષની બાળા પર અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે અને ઉત્તરપ્રદેશમાં ૧૭ વર્ષની છોકરી પર ભાજપના ભડવા ધારાસભ્યે બળાત્કાર કર્યો છે. અમે આજે સરકારની વિરુદ્ધમાં નહિ પણ આટલું બન્યા પછી હજુ પણ ઘરમાં બેઠેલા લાખો માં-બાપ ને જાગૃત કરવા નીકળ્યા છીએ. ગુજરાત દરરોજ ૪/૫ બળાત્કારની પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગયી છે. ગુજરાત ની ભોળી જનતાએ જાગૃત થવાની જરૂર છે.

English summary
what Hardik Patel said about the incidents of increasing rape in the country

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.