For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે બનાવી સૌથી ખતરનાક કમાંડો ફોર્સ, જાણો શું છે AFSOD

ભારતે બનાવી સૌથી ખતરનાક કમાંડો ફોર્સ, જાણો શું છે AFSOD

|
Google Oneindia Gujarati News

ભારતના રક્ષા મંત્રાલયે આર્મ્ડ ફોર્સિઝ સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝનના(AFSOD) પહેલા ચીફને નિયુક્ત કર્યા છે. હવે મેઝર જનરલ એકે ઢીંગરા આર્મ્ડ ફોર્સિઝ સ્પેશિયલ ઓપરેશન્સની જવાબદારી સંભળાશી. આ ત્રી-સેનાના ડિવિઝનમાં ભારતના સૌથી ખતરનાક સેનાની પેરાશૂટ રેજિમેન્ટ, નૌસેનાની માર્કોસ અને વાયુસેનાની ગરુડ કમાંડો બળ સામેલ હશે. આમ તો ભારતની ત્રણેય સેનાઓ મળીને કેટલાય ઓપરેશનને અંજામ આપી ચૂકી છે, પરંતુ આવું પહેલીવાર બનશે જ્યારે ત્રણેય સેનાની સૌથી ખતરનાક ફોર્સ એક નિયંત્રણ બોર્ડ હેઠળ કામ કરશે.

પહેલા ચીફ બન્યા મેજર એકે ઢીંગરા

પહેલા ચીફ બન્યા મેજર એકે ઢીંગરા

મેજર જનરલ એકે ઢીંગરાની વાત કરવામાં આવે તો તેમને સ્પેશિયલ ફોર્સિઝનો સારોએવો અનુભવ છે. તેઓને સ્પેશિયલ ફોર્સિઝના દિગ્ગજ માનવામાં આવે છે. મેજર જનરલ એકે ઢીંગરા કુલીન 1 પેરા સ્પેશિયલ ફોર્સિઝ રેજિમેન્ટમાં આવે છે અને તેમણે અમેરિકામાં સ્પેશિયલ ઑપરેશન્સ કોર્સ પણ કર્યો છે. જણાવવામાં આવે છે કે જ્યારે ભારતે શ્રીલંકામાં પીસકીપિંગ ફોર્સ મોકલી હતી ત્યારે મેજર ઢીંગરા શ્રીલંકામાં ઈન્ડિયન પીસકીપિંગ ફોર્સ ઓપરેશનના પણ ભાગ રહ્યા.

AFSODમાં 3000 કમાંડો હશે

AFSODમાં 3000 કમાંડો હશે

સૂત્રોનું કહેવું છે કે આર્મ્ડ ફોર્સિઝ સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝન અંતર્ગત 3 હજાર કમાંડો હશે અને મુખ્યાલય આગરા અથવા બેંગલુરુમાં બનાવવામાં આવશે. આ ઓસામા બિન લાદેનને ખતમ કરનાર યૂએસ સ્પેશિયલ ઓપરેશન્સ કમાંડો ફોર્સની જેમ કામ કરશે.

દેશની અંદર અને બહાર બંને તરફ ઓપરેશન પાર પાડશે

દેશની અંદર અને બહાર બંને તરફ ઓપરેશન પાર પાડશે

સૌથી ખાસ વાત એ છે કે આ આર્મ્ડ ફોર્સિઝ સ્પેશિલ ઓપરેશન્સ ડિવિઝન દેશની અંદર અને બહાર બંને તરફ કોઈપણ પ્રકારના મોટા આતંકવાદ વિરોધી અભિયાનને અંજામ આપશે. આર્મ્ડ ફોર્સિઝ સ્પેશિયલ ઓફરેશન્સ ડિવિઝન પાસે પોતાના હથિયાર, સર્વેલાંસ વિંગ, હેલિકોપ્ટર હશે. જે ગમે ત્યારે આતંકી ઠેકાણાઓને ખતમ કરવા પર કામ કરશે.

ઘષણા થઈ ગઈ

ઘષણા થઈ ગઈ

જણાવી દઈએ કે પાછલા વર્ષે પીએમ નરેન્દ્ર મોદીએ જોધપુરમાં સંયુક્ત કમાંડર્સ સમ્મેલનમાં આર્મ્ડ ફો્સિઝ સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝનને સ્થાપિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. પીએમ મોદીના ફેસલા બાદ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, રક્ષા સચિવ સંજય મિત્રા અને ત્રણે સેનાઓના પ્રમુખોએ આર્મ્ડ ફોર્સિઝ સ્પેશિયલ ઓપરેશન્સ ડિવિઝનને સ્થાપિત કર્યાં છે.

પાકિસ્તાનમાં ISIએ અભિનંદન વર્તમાનને 40 કલાક સુધી કર્યા હતા ટૉર્ચર પાકિસ્તાનમાં ISIએ અભિનંદન વર્તમાનને 40 કલાક સુધી કર્યા હતા ટૉર્ચર

English summary
What is AFSOD? Major General AK Dhingra appointed as the first Chief of the Armed Forces Special Operations Division.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X