For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વમાં હાહાકાર મચાવનાર COVID-19 એટલે શું ? જાણો કોરોનાવાઈરસ વિશે વિસ્તૃત માહિતી

વિશ્વમાં હાહાકાર મચાવનાર COVID-19 એટલે શું ? જાણો કોરોનાવાઈરસ વિશે વિસ્તૃત માહિતી

|
Google Oneindia Gujarati News

ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોનાનાં નામ માત્રથી ફફડી રહ્યુ છે ત્યારે તેના વિષે થોડી અદ્યતન વિગતો જાણવી આવશ્યક બની રહે છે. ગુજરાત સહિત કેન્દ્ર સરકાર અને અન્ય રાજયોની સરકારો પણ કોરોનાથી બચવાનાં ઉપાયો શોધી રહી છે ત્યારે કોરોનાને ખાળવા માટે સઘન પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

ચીનમાંથી ફેલાયો આ કોરોના વાયરસ

ચીનમાંથી ફેલાયો આ કોરોના વાયરસ

કોરોના નામનો આ વાયરસ ચીનનાં હુબેઈ પ્રાંતનાં પાટનગર વુહાન શહેરમાં આવેલા જંગલી પ્રાણીઓનાં બજારમાંથી આ વાયરસ પ્રસર્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.વિશ્વ આરોગ્ય સંસ્થાનાં જણાવ્યા મુજબ કોરોના વાયરસને કોવિડ - ૧૯ નામ આપવામાં આવ્યુ છે. આ વિષાણુ પ્રથમ વખત ગત વર્ષનાં અંતિમ દિવસે એટલે કે ૩૧ ડિસેમ્બર-ર૦૧૯ નાં રોજ ચીનમાં ઓળખવામાં આવ્યો હતો. જા કે, ચીનમાં પ્રસિધ્ધ કરવામાં આવેલી માહિતી અનુસાર કો નો અર્થ કોરોના, વિ નો અર્થ વાયરસ અને ડી એટલે કે ડિસીઝ. આમ આ ખતરનાક બિમારીને કોવિદ નામ આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે.

કોરોનાની દવા હજું નથી થઇ ઉપલબ્ધ

કોરોનાની દવા હજું નથી થઇ ઉપલબ્ધ

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રસિધ્ધ કરાયેલા એક નિવેદનમાં આ બિમારીની દવા વિષે કોઈ પણ નવી શોધ હોય તો તાત્કાલીક સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં આ રોગનાં શિકાર થનારા લોકોની સંખ્યા 2 લાખનો આંક વટાવી ચૂકી હોવાની દહેશત સેવાઈ રહી છે.

ભારતમાં લેવાઇ રહ્યા છે કડક પગલાં

ભારતમાં લેવાઇ રહ્યા છે કડક પગલાં

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અંતર્ગત સંરક્ષિત સ્મારક અને આખા દેશમાં કેન્દ્રીય સંગ્રહાલય ૩૧ માર્ચ સુધી બંધ રહેશે. વિદ્યાર્થીઓને ઘરમાં જ રહેવું જોઈએ અને ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહિત કરવું જોઈએ. બીન જરુરી યાત્રાઓથી દૂર રહેવું જોઈએ. બસ, રેલવે, અને વિમાન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટથી દૂર રહેવું જોઈએ. કેટલાક લોકો સાવચેતીનાં પગલા લેવામાં માનતા નથી એવા લોકો માટે ઓરંગાબાદ સ્થિત વિશ્વ પ્રતિદ્ધ અજંતા અને ઈલોરાની ગુફાઓ, મુંબઈ પ્રસિધ્ધ સિદ્ધિવિનાયક મંદીર અને ઉસ્માનાબાદ જિલ્લામાં સ્થિત તુળજા ભવાની મંદીર બંધ રહેશે. દરમિયાન, વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોનાથી પ્રભાવિત ઈરાનમાંથી ૫૩ ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું એક વિમાન દિલ્હી પહોંચ્યુ હતુ. આ યાત્રીઓને રાજસ્થાનના જેસલમેરમાં લશ્કર દ્વારા ખાસ ઉભા કરવામાં આવેલા મેડીકલ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

શાળા કોલેજ અને મોલ્સ કરી દેવાયા છે બંધ

શાળા કોલેજ અને મોલ્સ કરી દેવાયા છે બંધ

કોરોનાથી પ્રભાવિત થઈ રહેલા વિવિધ દેશોમાં ભારતનું નામ ન આવે એવા સઘન પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં શાળા - કોલેજા બંધ કરવાથી માંડીને મલ્ટીપ્લેકસ, મેળાવડાઓ સહિતનાં જાહેર કાર્યક્રમો ઉપર હંગામી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઝારખંડમાં ૧૪ મી એપ્રિલ સુધી શાળા - કોલેજા બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. તો જગન્નાથ પુરી, ભુવનેશ્વર, કોણાર્ક સૂર્ય મંદિર સહિતનાં વિવિધ ધાર્મિક સ્થાનો તથા અજંટા - ઈલોરાની ગુફાઓ ઉપરાંત ગુજરાતનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પર્યટન સ્થળને પણ હંગામી ધોરણે જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

કોરોનાથી ક્યારે મુક્તિ ?

કોરોનાથી ક્યારે મુક્તિ ?

સમગ્ર વિશ્વને એક રીતે ડેડલોકની સ્થિતિમાં મુકી દેનાર આ વાયરસના કારણે અર્થતંત્રને મોટો ફટકાર પડવાની સંભાવના છે. આ આરોગ્યલક્ષી કટોકટીની પરિસ્થિતિનો જલ્દી નિવેડો આવી શકે અને કોરોના પર મેડિકલ જગત સત્વરે નિયંત્રણ લાવે તે આવશ્યક બન્યુ છે.

Coronavirusથી અત્યાર સુધી 8000 લોકોના મોત, દુનિયાભરમાં 200000 લોકો સંક્રમિતCoronavirusથી અત્યાર સુધી 8000 લોકોના મોત, દુનિયાભરમાં 200000 લોકો સંક્રમિત

English summary
What is covid 19 and from where it is spread as a name of corona virus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X