For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે ISROનું 'સમુદ્રયાન મિશન', જાણો કેવી રીતે માણસ જશે દરિયાની 6 KM અંદર?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ અવકાશમાં ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. હવે તેની નજર સમુદ્રના ઊંડાઇ પર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ અવકાશમાં ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. હવે તેની નજર સમુદ્રના ઊંડાઇ પર છે. આ માટે તેઓ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેમાં માણસોને સમુદ્રની અંદર 6000 મીટરની ઊંડાઈમાં મોકલવામાં આવશે.

ભારત સરકારે સંસદમાં માહિતી આપી

ભારત સરકારે સંસદમાં માહિતી આપી

ભારત સરકાર દ્વારા ગુરુવારના રોજ સંસદમાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, વિદેશી ઉપગ્રહો લોન્ચકરવાથી ઈસરોને કેટલો ફાયદો થયો છે.

આ પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ થશે?

આ પ્રોજેક્ટ પાછળ કેટલો ખર્ચ થશે?

જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર ઓક્ટોબર 2021માં હળવા સ્ટીલની બનેલી સબમરીનને 600 મીટરની ઊંડાઈમાં મોકલવામાં આવી હતી. તેનો વ્યાસ 2.1 મીટર હતો,જે માનવીય છે. તેને 6000 મીટરની ઊંડાઈ સુધી વિકસાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં ટાઈટેનિયમનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ તેને વિક્રમ સારાભાઈસ્પેસ સેન્ટર, ISRO, તિરુવનંતપુરમ દ્વારા પણ સમર્થન મળે છે. આ પ્રોજેક્ટ પાછળ 4100 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જ્યારે 2024 સુધીનો લક્ષ્યાંક રાખવામાંઆવ્યો છે.

વિદેશી ઉપગ્રહોમાંથી કમાણી

વિદેશી ઉપગ્રહોમાંથી કમાણી

ISRO હવે અન્ય દેશોના ઉપગ્રહો પણ અવકાશમાં મોકલે છે, જેમાંથી તેને સારી એવી કમાણી થઈ રહી છે. જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, 2019 થી 2021દરમિયાન વિદેશી ઉપગ્રહોના પ્રક્ષેપણથી લગભગ 35 મિલિયન યુએસ ડોલરની આવક થઈ હતી.

આ ઉપરાંત 10 મિલિયન યુરો અલગથી પ્રાપ્ત થયા હતા. જેમાં કુલ124 સ્વદેશી ઉપગ્રહોને પૃથ્વીની કક્ષામાં મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ જો 34 દેશોના ઉપગ્રહો ઉમેરવામાં આવે તો આ આંકડો 343 થાય છે.

English summary
know all about ISRO deep sea mission 'Samudrayaan'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X