નરેન્દ્ર મોદી માટે શું કહી રહ્યાં છે બનારસના મુસલમાન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

વારાણસી, 8 એપ્રિલ: કાશીનાથ સિંહે પોતાના પુસ્તક કાશી કે અસ્સીમાં લખ્યું છે, ''બનારસનો દરેક વ્યક્તિ પોતાનામાં ગુરૂ છે અને 'ગુરૂ' અહીંની નાગરિકતાની 'સરનેમ' છે. ના કોઇ સિંહ, ના કોઇ પાંડે, ન જાટ, ન રામ! બધા ગુરૂ! જો પૈદા ભયા, વહ ભી ગુરૂ, જો મરા, વહ ભી ગુરૂ! કાશીમાં એવા ગુરૂ પણ વિરાજમાન છે, જે એમ કહી રહ્યાં છે કે મોદીને મુસલમાનોના વોટ નહી મળે, પરંતુ તેમણે ખબર નથી કે કાશીના મુસલમાન પોતે ગુરૂથી કમ નથી. તે પોતાનો નિર્ણય પોતે લેશે, કોઇના કહેવાથી વોટ આપશે નહી.

એ વાત પર પોતાની મોહર લગાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કેટલાક મુસલમાન પહોંચ્યા અને તેમણે ભાજપને પોતાનું સમર્થન આપવાની ઇચ્છા વ્ય્કત કરી. ભાજપ માટે આ કેટલાક મુસલમાન ભાઇ-બહેન કોઇ ભગવાનથી ઓછા ન હતા, એટલા માટે ભાજપ કાર્યાલયમાં બેઠેલા કાર્યકર્તાઓએ તેમનો વીડિયો બનાવી દિધો, જે નીચે જોઇ શકો છો.

વીડિયોમાં સૌથી પહેલાં મૌલાના અફસર બાબા, જે લલ્લાપુરા પોલીસચોકી પાછળ રહે છે, તેમણે કહ્યું કે મુસલમાનોનું મિશન છે સારી સરકાર લાવવાનું. અમે ઘણી પાર્ટીઓને જોઇ, સપા, બસપા અને કોંગ્રેસને પણ, કોઇએ પણ પોતાના વાયદા પુરા કર્યા નથી. બનારસના વિકાસને અમે જોઇ રહ્યાં છીએ, દરરોજ તમામ સમસ્યાનો સામનો અમે સામનો કરી રહ્યાં છીએ. તે ઇચ્છે છે કે મોદી વડાપ્રધાન બને, મુસલમાનોના દિલોમાં જે મોદી પ્રત્યે નફરત ફેલાઇ ગઇ છે, જે લોકો કહે છે કે મુસલમાનોની ભાજપ દુશ્મન છે, તે ખોટી વાત છે અને જો અમે તે લોકોની વાત માનતા રહીશું તો પછી ફરીથી વિકાસથી દૂર રહી જઇશું. જ્યારે જ્યારે રમખાણો થયા ત્યારે-ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી, તો ભાજપને કેમ દોષી ગણવામાં આવે છે.

muslims-602

કાશી સ્ટેશનની સામે રહેનાર કનેરી બેગમે કહ્યું કે 'મારું સસમર્થન મોદીને જ છે.' મુસ્તુફા અંસારી, નૂરનગરથી કહે છે 'લોકો કહે છે કે મોદી મુસલમાનોના વિરૂદ્ધ છે. જ્યારે સત્ય તો એ છે કે બનારસથી મોદીના ઉભા રહેવાથી મુસલમાનોમાં ખુશી લહેર ફેલાઇ ગઇ છે. અમે ઇચ્છીએ છીએ કે મોદી જીતીને જાય અને વડાપ્રધાન બને.''

બજટિયાના રહેવાસી કરીમ અશરફ કહે છે કે 'લોકો કહે ચે કે ભાજપ મુસલમાનો દુશ્મન છે. એવા લોકોને ત્યારે સમજણ પડશે જ્યારે નરેન્દ્ર મોદી જીતશે અને મુસલમાનોને નવી દિશા મળશે. ત્યારે તેમણે ખબર પડશે કે બનારસના હિન્દુ-મુસલમાન કેટલા એક છે. આ બધાનો વીડિયો તમે નીચે જોઇ શકો છો.

English summary
After the finalization of BJP's prime ministerial candidate Narendra Modi's name from Varanasi, most of the people thought Muslims will not vote for him. But the Muslims of Kashi are totally different.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X