For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy New Year 2020: શું હતું પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું વિઝન 2020?

Happy New Year 2020: શું હતું પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું વિઝન 2020?

|
Google Oneindia Gujarati News

વર્ષ 2000માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે ભારતને 'એક વિક્સિત રાષ્ટ્ર’ તરીકે સપનું જોયું હતું. તેમની આગેવાનીમાં 500 એક્સપર્ટ્સની ટીમે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અંતર્ગત વિઝન 2020 નામે વિસ્તૃત દસ્તાવેજ તૈયાર કર્યો હતો. આ વર્ષે 2000થી 2020 સુધી 20 વર્ષમાં ભારતને વિક્સિત દેશ રીતે સ્થાપિત કરવાનો રોડ મેપ હતો. કલામ સાહેબે પોતાના આ સપનાને 'ઈન્ડિયા 2020: અ વિઝન ફોર ધી ન્યૂ મિલેનિયમ’ નામના પુસ્તકમાં ઉતાર્યું છે. તેમણે લખ્યું છે,’ઈસરોમાં આકરી મહેનત કરીને અમે જે ટૂલ્સ અને સિસ્ટમ વિક્સિત કર્યા અને ટેસ્ટ કરીને જેમને પરખ્યા, તેમનું એક જ ઉદ્દેશ્ય હતું – એક વિક્સિત, શક્તિશાળી અને ગર્વિત ભારતનું નિર્માણ, જેના દ્વારા દરેક નાગરિકને વિક્સિત સહાય અને સુવિધાઓ પ્રાપ્ત થશે.'

આવું હતું મિસાઈલ મેનના સપનાનું ભારત

આવું હતું મિસાઈલ મેનના સપનાનું ભારત

પૂર્વ રાષ્ટ્રપતિ કલામે 20 વર્ષમાં એક એવું ભારત બનાવવાની કલ્પના કરી હતી જ્યાં ગામ અને શહેર વચ્ચેનો ભેદભાવ ન હોય. તેમણે એવા ભારતનું વિઝન આપ્યું હતું, જ્યાં ઉર્જા અને ચોખ્ખા પાણી સુધી બધાની તક સમાન હોય અને તેની વહેંચણી ભેદભાવ વગર થતી હોય. એક એવું ભારત જ્યં ખેતી, ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરમાં એક સાથે કામ કરતા હોય. એક એવું રાષ્ટ્ર જેના મેઘાવી વિદ્યાર્થીઓ સામાજિક અને આર્થિક વિસંગતતાઓના કારણે તેઓ ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહી જાય.

જવાબદારી, પારદર્શક્તા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન

જવાબદારી, પારદર્શક્તા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન

મિસાઈલ મેને એક એવા દેશની કલ્પના કરી હતી, જે પ્રતિભાશાળી વિદ્વાનો, વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે સારી તક હોય. એક એવું રાષ્ટ્ર જ્યાં સારામાં સારી સ્વાસ્થ્ય અંગેની સેવાઓ બધાને મળી શકે. એક એવું રાષ્ટ્ર જ્યાં શાસન વ્યવસ્થા જવાબદાર, પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત હોય. ત્યારે કલામ સાહેબે કહ્યું હતું,'મને ભરોસો છે કે દેશના નાગરિકો અને સરકાર બંનેના પ્રયાસથી આ વિઝન 202માં સાકાર થઈ શક્શે...'

ગરીબીથી સંપૂર્ણ રીતે મુક્ત ભારતનું સપનું

ગરીબીથી સંપૂર્ણ રીતે મુક્ત ભારતનું સપનું

લગભગ 20 વર્ષ પહેલા રાષ્ટ્રપતિએ એક એવું વિઝન દેશની સામે રાખ્યું હતું જે સંપૂર્ણ રીતે ગરીબીથી મુક્ત હોય. તેમણે દેશના 26 કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું,'26 કરોડ લોકોને ગરીબીથી મુક્ત કરાવવા, દરેક ચહેરા પર હાસ્ય હોય અને દેશને સંપૂર્ણ રીતે વિક્સિત રાષ્ટ્ર બનાવવું આપણું લક્ષ્ય હોવું જોઈએ. આ સૌથી મોટો પડકાર પણ છે. આપણે તો જ સફળતા મેળવી શકીશું, જો સાધારણ મુદ્દા છોડીને એક દેશ થઈને હાથ મેળવીને કામ કરીશું'

મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાખોરી મુક્ત ભારત

મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાખોરી મુક્ત ભારત

તેમણે એક એવા ભારતનું સપનું જોયું હતું જેના નાગરિકો પર અભણ હોવાનું કલંક ન હોય. એક એવો દેશ જે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ થતા ગુનાથી મુક્ત હોય અને સમાજમાં કોઈ પણ વ્યક્તિ પોતાને તરછોડાયેલા ન અનુભવે. તેમણે એક એવું ભારત બનાવવાની વાત કરી હતી, જે સમૃદ્ધ હશે, સ્વસ્થ અને સુરક્ષિત હશે. એવું ભારત જ્યાં પ્રજા ખુશ હશે અને સ્થાઈ રીતે વિકાસ કરતી હશે.

શ્રેષ્ઠ ભારત, ગર્વ કરાવે તેવું ભારત

શ્રેષ્ઠ ભારત, ગર્વ કરાવે તેવું ભારત

કલામ સાહેબે પોતાના વિઝન 2020માં એક એવા ભારતની વાત કરી હતી, જે રહેવા માટે દુનિયાના શ્રેષ્ઠ સ્થળમાંનું એક હોય અને જ્યાં રહેતા લોકો પોતાના નેતાઓ પ્રત્યે ગર્વ કરી શકે.

Happy New Year 2020: વિક્સિત દેશ બનવા માટે કેટલી લાંબી છે ભારતની સફર?Happy New Year 2020: વિક્સિત દેશ બનવા માટે કેટલી લાંબી છે ભારતની સફર?

English summary
know dr kalams vision 2020 how he wanted to make country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X