For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FB છોડી રહ્યા છે PM મોદી? ક્યારેક ઝુકરબર્ગે પીએમ મોદી માટે બદલી હતી તેમની પ્રોફાઈલ પિક્ચર

રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા છોડવાના ટ્વિટે સૌને ચોંકાવી દીધા છે. તેમના માટે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતાનો પ્રોફાઈલ ફોટો સુદ્ધા બદલી દીધો હતો.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા છોડવાના ટ્વિટે સૌને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી સોશિયલ મીડિયાની લોકપ્રિય હસ્તીઓમાં શામેલ છે. તેમને ફોલોઅર્સ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ છે, તેમની લોકપ્રિયતાનો અંદાજ તમે ખુદ એ વાતથી લગાવી શકો છે કે તેમના માટે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતાનો પ્રોફાઈલ ફોટો સુદ્ધા બદલી દીધો હતો.

આ પણ વાંચોઃ PM મોદીનુ ચોંકાવનારુ ટ્ટવિટ, છોડવા ઈચ્છે છે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબઆ પણ વાંચોઃ PM મોદીનુ ચોંકાવનારુ ટ્ટવિટ, છોડવા ઈચ્છે છે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ

પીએમ મોદી માટે ઝુકરબર્ગે બદલી હતી પ્રોફાઈલ પિક્ચર

પીએમ મોદી માટે ઝુકરબર્ગે બદલી હતી પ્રોફાઈલ પિક્ચર

આ વાત વર્ષ 2015ની છે જ્યારે ઝુકરબર્ગ અ પીએમ મોદી કેલિફોર્નિયા સ્થિત ફેસબુક હેડક્વાર્ટર્સના ટાઉન હૉલ મીટિંગમાં મળ્યા હતા. પીએમ મોદી સાથે મુલાકાતની થોડી વાર પહેલા ઝુકરબર્ગે ફેસબુક પર પોતાનો પ્રોફાઈલ ફોટો બદલી દીધો હતો. ઝુકરબર્ગે તેમને કંપનીના હેડક્વાર્ટર્સમાં બોલાવ્યા હતા અને મોદી સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ ડિજિટલ ઈન્ડિયાના સમર્થનમાં પોતાની પ્રોફાઈલ ફોટો બદલ્યો હતો. આ સમાચાર એ વખતે ઘણા છવાયા હતા.

પીએમ મોદીએ કર્યુ ચોંકાવનારુ ટ્વિટ

પીએમ મોદીએ કર્યુ ચોંકાવનારુ ટ્વિટ

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે તે આ રવિવારે સોશિયલ મીડિયા છોડવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે લખ્યુ કે તે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ છોડવા માંગે છે. તેમણે કહ્યુ કે આ વિશે તમને જણાવીશ. તેમણે ટ્વિટ કર્યુ કે તે આ રવિવારે પોતાનુ સોશિયલ મીડિયા અકાઉન્ટ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ છોડવાનુ વિચારી રહ્યા છે.

લોકોએ કરી પીએમ મોદીને અપીલ

ખાસ વાત એ છે કે ટ્વિટર પર પીએમ મોદીના 53.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ફેસબુક પર 4 કરોડ 47 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ ઉપરાંત ઈન્સ્ટાગાર્મ પર તેમના 35.2 મિલિયન ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર પીએમ મોદીના 4.5 મિલિયન સબ્સ્કાઈબર્સ છે. પીએમ મોદીના આ ટ્વિટ બાદ લોકોની કમેન્ટનુ પૂર આવી ગયુ છે. લોકોએ તેમને સોશિયલ મીડિયા ન છોડવાની ભલામણ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ આપી આ પ્રતિક્રિયા

રાહુલ ગાંધીએ આપી આ પ્રતિક્રિયા

પીએમ મોદીના આ ટ્વિટ બાદ કોંગ્રેસ કોંગ્રેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીના ટ્વિટના સ્ક્રીનશોર્ટ પોસ્ટ કરીને લખ્યુ કે તમે નફરત છોડો, સોશિયલ મીડિયા ન છોડો. વળી, કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ, સમ્માનનીય પ્રધાનમંત્રી જી, તમને આગ્રહ છે કે તમે એ ટ્રોલ્સની ફોજને એ સલાહ આપો જે તમારા નામે લોકોને દરેક સેકન્ડ અપશબ્દ કહે છે અને ધમકી આપે છે.

English summary
When Facebook chief Mark Zuckerberg changed his profile picture for PM Narendra Modi, See PICTURES.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X