For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મારી માએ મારી પાસે વચન લીધુ હતુ કે ક્યારેય લાંચ નહિ લેવાની': પીએમ મોદી

ઈન્ટરવ્યુમાં વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યુ કે મારા મુખ્યમંત્રી બન્યા બાદ માએ મને કહ્યુ, જો ભાઈ... મને ખબર નથી તુ શું કરે છે, બસ મને વચન આપ કે તુ જીવનમાં ક્યારેય લાંચ નહિ લે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જૂના દિવસો યાદ કરતા કહ્યુ કે તેમની મા માટે તેમનુ પીએમ બનવુ મોડી વાત નહોતુ. 'Humans of Bombay' નામના ફેસબુક પેજને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ તે દિવસોને પણ યાદ કર્યા છે જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે સાથે તેમણે એ પણ જણાવ્યુ કે જ્યારે તે પહેલી વાર મુખ્યમંત્રી બન્યા હતા તો તેમની મા હીરાબેનને કેવો અનુભવ થયો હતો. પરંતુ આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ મા સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવી છે.

મને જોતા જ મારી માએ ગળે લગાવી દીધો

મને જોતા જ મારી માએ ગળે લગાવી દીધો

પીએમ મોદીએ ફેસબુક પેજ 'Humans of Bombay' ને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીને કહ્યુ કે તેમની મા માટે ગુજરાતના મુખ્યમંત્રી બનવુ દેશના પ્રધાનમંત્રી બનવાથી પણ મોટો મીલનો પત્થર હતો. પીએમે કહ્યુ કે જ્યારે મને મુખ્યમંત્રીની જાણકારી મળી તે સમયે હું દિલ્લીમાં રહેતો હતો. સીએમ પદના શપથ લેતા પહેલા હું સીધો અમદાવાદ માને મળવા પહોંચ્યો જ્યાં તે મારા ભાઈ સાથે રહે છે. જ્યારે હું ઘરે પહોંચ્યો તો ત્યાં ઉજવણી શરૂ થઈ ચૂકી હતી. પીએમે કહ્યુ કે જેવી મારી માએ મને જોયો મને ગળે લગાવી દીધો. તેમણે મને કહ્યુ કે સારી વાત એ છે કે હવે તમે ગુજરાતમાં પાછા આવી જશો. પીએમે કહ્યુ કે એક માનો સ્વભાવ આ છે, આનાથી કોઈ ફરક નથી પડતો તે તેની આસપાસ શું થઈ રહ્યુ છે, બસ તે પોતાના બાળકોની નજીક રહેવા ઈચ્છે છે.

મા બોલી વચન આપ કે તુ ક્યારેય લાંચ નહિ લે

મા બોલી વચન આપ કે તુ ક્યારેય લાંચ નહિ લે

ઈન્ટરવ્યુમાં વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યુ કે મારા મુખ્યમંત્રી બન્યા બાદ માએ મને કહ્યુ, જો ભાઈ... મને ખબર નથી તુ શું કરે છે, બસ મને વચન આપ કે તુ જીવનમાં ક્યારેય લાંચ નહિ લે. પીએમ મોદીએ કહ્યુ કે આ શબ્દોએ મને પ્રભાવિત કર્યો છે. પીએમે કહ્યુ કે એ પણ બતાવીશ કે આવુ કેમ થયુ. એક મહિલા જેણે પોતાની આખી જિંદગી ગરીબીમાં ગુજારી. જેની પાસે તહેવારોના સમયે ભૌતિક સુખ સાધન નહોતા તેમણે મને લાંચ ન લેવા માટે કહ્યુ.

મા માટે સીએમ-વીએમ કંઈ મહત્વ નથી ધરાવતુ

પીએમ મોદીએ જણાવ્યુ કે ભલે કોઈએ મારી માને કહ્યુ કે મને એક સાધારણ નોકરી મળી ગઈ તો તેમણે આખા ગામમાં મિઠાઈ વહેંચી હશે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે મા માટે સીએમ વીએમ કંઈ મહત્વ નથી ધરાવતુ. જ્યાં સુધી ખુરશી બેઠેલ વ્યક્તિ દેશ માટે ઈમાનદાર અને નિરપેક્ષ થવાનો પ્રયાસ કરે છે. તમને જણાવી દઈએ કે ફેસબુક પેજ પર પીએમ મોદીના ઈન્ટરવ્યુને પાંચ ભાગમાં જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી ચાર ભાગ જાહેર કરવામાં આવી ચૂક્યા છે. જેમાં પીએમે પોતાના જીવન સાથે જોડાયેલ મહત્વની વાતો શેર કરી છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ભારતના આ મોટા પક્ષ સાથે ગઠબંધન કરશે ભાજપ, જલ્દી થઈ શકે છે એલાનઆ પણ વાંચોઃ દક્ષિણ ભારતના આ મોટા પક્ષ સાથે ગઠબંધન કરશે ભાજપ, જલ્દી થઈ શકે છે એલાન

English summary
when narendra modi become cm of gujarat, his mother asked him Dekh bhai, promise me you will never take bribe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X