યુપી પોલીસની હોળી,'હમકા પીની હે..પીની હે, હમકા પીની હે'

અહીંના કેટલાક પોલીસકર્મીઓએ મથકને જ દારૂની દુકાન બનાવી નાંખ્યું અને સગીર બાળકોને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યો હતો, એટલું જ નહીં પરંતુ તેમણે જોરદાર હંગામો મચાવ્યો હતો. મોટેથી સંગીત સાંભળવાની સાથો-સાથ નશામાંચૂર આ પોલીસકર્મીઓએ ડાન્સ કર્યો હતો અને દેકારો મચાવ્યો હતો.
મથકમાં પોલીસકર્મીઓની હરકતો કેમેરામાં કેદ થઇ ગઇ, જ્યારે આ વાતની જાણકારી પોલીસ અધિકારીઓને થઇ તો તેણે કાર્યવાહી કરવાની વાત કરી હતી. પોલીસકર્મીઓએ આ હરકત બાદ ટોચના અધિકારીઓએ તેના વિરુદ્ધ પગલાં ભરવાની વાત કરી છે અને ટૂંક સમયમાં તેમની આ હરકતો પર કાર્યવાહી કરવા અંગે આશ્વાસન આપ્યું છે. આરોપી પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરતા બેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બેને સસ્પેન્ડ કરવા ઉપરાંત અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે.












Click it and Unblock the Notifications
