Video: હાથી પર બેસીને યોગ કરતી વખતે પડ્યા બાબા રામદેવ, વીડિયો થયો વાયરલ

બાબા રામદેવ મથુરામાં ખાસ યોગ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે એક દૂર્ઘટના બની ગઈ.

નવી દિલ્લીઃ યોગગુરુ બાબા રામદેવ પોતાના યોગ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. બાબા રામદેવ મથુરામાં ખાસ યોગ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે એક દૂર્ઘટના બની ગઈ. વાસ્તવમાં બાબા રામદેવ મથુરાના કૃષ્ણ ગુરુશરણાનંદ આશ્રમમમાં હાથણી પર બેસીને ખાસ પ્રાણાયામ કરી રહ્યા હતા પરંતુ આમ કરવુ તેમને ભારે પડી ગયુ. યોગ કરવા દરમિયાન તેમનુ સંતુલન બગડી ગયુ અને તે હાથણીથી અસંતુલિત થઈને નીચે પડી ગયા. જો કે હાથણી પરથી પડવા છતાં પણ તેમને કોઈ ગંભીર ઈજા થઈ નહિ. પડ્યા બાદ તે તરત જ ઉભા થઈ ગયા અને જાતે ત્યાંથી ચાલીને યોગ સ્થળથી બહાર નીકળી ગયા.

baba ramdev

બાબા રામદેવ એક ખાસ યોગ કાર્યક્રમ માટે મથુરાનાક કૃષ્ણ ગુરુશરણામંત આશ્રમ આવ્યા હતા. ત્યાં તે આશ્રમની હાથણી રાધા પર બેસીને લોકોને યોગ શીખવી રહ્યા હતા. આ સુંદર સજેલી હાથિણી લોકોના આકર્ષણનુ કેન્દ્ર બનેલી છે. આના કારણે યોગ કાર્યક્રમ હાથણી પર રાખવામાં આવ્યો. સેંકડોની સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને બાબા રામદેવને હાથણી પર બેસીને યોગ કરવા જોવા પહોંચ્યા હતા.

બાબાએ હાથણી પર બેસીને શિષ્યોને યોગ કરાવવાનુ શરૂ કરી દીધુ અને જેવા તે ભ્રામરી પ્રાણાયામ કરવા લાગ્યા હાથણી હલવા લાગી અને બાબા રામદેવનુ સંતુલન બગડી ગયુ. બાબાનુ સંતુલન બગડ્યુ અને તે નીચે પડી ગયા. જ્યાં સુધી તેમના સેવાદાર પહોંચતા બાબા જાતે જ ઉઠીને ત્યાંથી ચાલવા લાગ્યા. બાબા રામદેવના પ્રવકતા એસકે તિજારાવાલાએ માહિતી આપતા કહ્યુ કે તે એકદમ ઠીક છે અને તેમને કોઈ ગંભીર ઈજા નથી થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X