આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાદિયા ખાન કોણ છે? ખૂબસુરતી જોઈને તમે પણ ઘાયલ થઈ જશો

સાદિયા ખાન એક પાકિસ્તાની અભિનેત્રી છે અને આર્યન ખાન સાથે દુબઈમાં જોવા મળી હતી. હવે ત્યારથી બન્ને વચ્ચે અફેરના સમાચારો વહેતા થયા છે.

મુંબઈ : બોલિવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાનના ફોટો વાયરલ થઈ રહ્યા છે. બોલિવૂડમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આર્યન ખાન અને સાદિયા ખાન રિલેશનશીપમાં છે અને બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ સમાચારોમાં કેટલુ સત્ય છે એ તો પછી ખબર પડશે પણ હવે ફેન્સ એ જાણવા માંગે છે કે સાદિયા ખાન કોણ છે?

સાદિયા ખાન અને આર્યન ખાનના ફોટો વાયરલ થયા હતા

સાદિયા ખાન અને આર્યન ખાનના ફોટો વાયરલ થયા હતા

હાલમાં જ પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાન અને આર્યન ખાનના ફોટો વાયરલ થયા હતા. બન્ને સાથે પાર્ટીમાં જોવા મળ્યા હતા. આ ફોટો વાયરલ થયા બાદ ચર્ચા શરૂ થઈ કે આર્યન ખાન અને સાદિયા ખાન એકબીજાને ડેટ કરી રહ્યા છે.

સાદિયા પાકિસ્તાની અભિનેત્રી છે

સાદિયા પાકિસ્તાની અભિનેત્રી છે

આર્યન ખાન સાથે જોવા મળેલી સાદિયા ખાન પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી છે અને ખુદા ઔર મોહબ્બત, 'શાયદ, મરિયમ પેરિયારા અને યારિયા જેવી પાકિસ્તાની ટીવી સિરિયલોમાં જોવા મળી છે.

બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે

બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે

આર્યન ખાનની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. ફેન્સ તેના અંગત જીવનને લઈને સતત ઉત્સાહિત હોય છે. આ દરમિયાન હવે ફેન્સે આર્યન ખાનને સાદિયા ખાન સાથે જોઈને સાદિયા વિશે જાણવા માંગે છે.

બન્ને નવા વર્ષે સાથે જોવા મળ્યા

બન્ને નવા વર્ષે સાથે જોવા મળ્યા

હાલમાં જ આર્યન ખાન દુબઈમાં મિત્રો સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરતો જોવા મળ્યો હતો. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા વાયરલ થઈ હતી. અહીં તેની સાથે સાદિયા પણ જોવા મળી હતી.

સાદિયાએ જ ફોટો શેર કર્યા

સાદિયાએ જ ફોટો શેર કર્યા

આર્યન ખાન સાથે સાદિયા ખાને તેના ફેસબુક એકાઉન્ટ પર ફોટો શેર કર્યા હતા. આ ફોટો સામે આવ્યા પછી ફેન્સ તેને આર્યન ખાનની ગર્લફ્રેન્ડ જણાવી રહી છે.

ફોટો વાયરલ થયા હતા

ફોટો વાયરલ થયા હતા

સાદિયા ખાને શનિવારે તેના એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી હતી. તસવીરોમાં બને નવા વર્ષે દુબઈમાં સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી.

ફોટોમાં બન્ને બિંદાસ અંદાજમાં જોવા મળ્યા

ફોટોમાં બન્ને બિંદાસ અંદાજમાં જોવા મળ્યા

ફોટોમાં સાદિયા ખાન સ્ટેટમેન્ટ નેકલેસ સાથે બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. જ્યારે આર્યન ખાને સફેદ જેકેટ સાથે લાલ ટી-શર્ટ પહેર્યું છે. બન્ને બિંદાસ અંદાજમાં જોવા મળ્યા હતા.

ફેન્સે પણ ફોટોને લાઈક કર્યા

ફેન્સે પણ ફોટોને લાઈક કર્યા

બંનેની તસવીરો સામે આવ્યા બાદ ફેન્સ તુટી પડ્યા હતા. કેટલાકે બન્નેને કપલ ગણાવ્યુ અને ઈમોજીનો વરસાદ કર્યો હતો. એક યુઝરે લખ્યું, વાહ, બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. લાગે છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

સાદિયા ઘણા ટીવી શોમાં જોવા મળી હતી

સાદિયા ઘણા ટીવી શોમાં જોવા મળી હતી

સાદિયા ખાન પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. સાદિયાએ પાકિસ્તાનના ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. સાદિયા ખાન તેના ટીવી શો ખુદા ઔર મોહબ્બત, શાયદ, યારિયાં, મરિયમ પેરિયારા માટે જાણીતી છે.

સાદિયાની મોટી ફેન ફોલોઈંગ છે

સાદિયાની મોટી ફેન ફોલોઈંગ છે

સાદિયા ખાનના ઇન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે. સાદિયા ખાન વાસ્તવિક જીવનમાં સુપર ગ્લેમરસ અને અદભૂત છે. તે એક્ટિંગની સાથે મોડલિંગ પણ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X