For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે જસ્ટિસ કલૂફુલ્લા જેઓ અયોધ્યા મામલે કરશે મધ્યસ્થી

જાણો કોણ છે જસ્ટિસ કલૂફુલ્લા જેઓ અયોધ્યા મામલે કરશે મધ્યસ્થી

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં બાબરી મસ્જિદ- રામ મંદિર વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ મધ્યસ્થીઓના નામ નક્કી કર્યાં છે. આ નામમાં સુપ્રીમ કોર્ટના પૂ્વ જસ્ટિસ ફકીર મુહમ્મદ ઈબ્રાહિમ કલીફુલ્લા, આર્ટ ઑફ લિવિંગના પ્રમુખ શ્રીશ્રી રવિશંકર અને સીનિયર અધિવક્તા શ્રીરામ પંચૂ સામેલ છે. ત્રણ સભ્યોની આ પેનલ સામે બંને પક્ષકારો પોતાની વાત રાખશે અને આ મધ્યસ્થી ફૈઝાબાદમાં થશે.

ayodhya case

ફકીર મુહમ્મદ ઈબ્રાહિમ કલીફુલ્લા
સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી માટે બનેલ કમિટીના ચેરમેન પૂર્વ જસ્ટિસ ફકીર મોહમ્મદ ઈબ્રાહિમ કલીફુલ્લા હશે. જ્યારે શ્રીશ્રી રવિશંકર અને શ્રીરામ પંચૂ આ પેનલના સભ્ય હશે. આ કમિટી સમક્ષ હિંદુ અને મુસ્લિમ બંને પક્ષકાર પોતાની વાત રાખશે. જે બાદ આ કમિટી પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સામે રાખશે. પૂર્વ જસ્ટિસ ફકીર મોહમ્મદ ઈબ્રાહિમ કલીફુલ્લા મૂળ રૂપે તમિલનાડુના શિવગંગા જિલ્લામાં કરાઈકુડીના રહેવાસી છે. કલીફુલ્લાનો જન્મ 23 જુલાઈ 1951ના રોજ થયો હતો. તેમણે 20 ઓગસ્ટ 1957ના રોજ પોતાનું વકાલતમાં કરિયર શરૂ કર્યું. તેઓ શર્મ કાયદા સંબંધિત મામલામાં સક્રીય વકીલ રહ્યા હતા. કલીફુલ્લાને પહેલા મદ્રાસ હાઈકોર્ટમાં સ્થાયી ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા. જે બાદ તેમને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા. તેમને 2000માં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 2011માં કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા.

શ્રીરામ પંચૂ
અયોધ્યા વિવાદ ઉકેલવા માટે બનેલી કમીટીના ત્રીજા સભ્ય છે શ્રીરામ પંચૂ. શ્રીરામ પંચૂ વરિષ્ઠ વકીલ છે. શ્રીરામ પંચૂ મધ્યસ્થી દ્વારા કેસ ઉકેલવામાં માહેર છે. મધ્યસ્થી કરી કેસ ઉકેલવા માટે તેમણે ધી મીડિએશન ચેમ્બર નામની એક કાનૂની સંસ્થા પણ બનાવી છે. આ સંસ્થાનું કામ જ આંતરીક સમજણથી કોર્ટની બહાર મુદ્દા ઉકેલવાનું છે.

શ્રીરામ પંચૂ એસોસિએશન ઑફ ઈન્ડિય મીડિએટર્સના અધ્યક્ષ છે. તેઓ બોર્ડ ઑફ ઈન્ટરનેશનલ મીડિએશન ઈન્સ્ટીટ્યૂટના બોર્ડમાં પણ સામેલ રહ્યા છે. ભારતની ન્યાય વ્યવસ્થામાં મધ્યસ્થીને સામેલ કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. સુપ્રીમ કોર્ટે શ્રીરામ પંચૂને વિશિષ્ટ મધ્યસ્થ અને દેશના સૌથી જૂના મધ્યસ્થીઓમાંથી એક જણાવવામાં આવ્યા છે. શ્રીરામ પંચૂ દેશના કેટલાય જટિલ અને વીવીઆઈપી મામલામાં મધ્યસ્થી કરી ચૂક્યા છે. જેમાં કોમર્શિયલ, કોર્પોરેટ, કોન્ટ્રાક્ટના મામલા જોડાયેલ છે. આસામ અને નાગાલેન્ડ વચ્ચે 500 કિમી ભૂભાગનો મામલો ઉકેલવા માટે તેમને મધ્યસ્થી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુંબઈમાં પારસી સમુદાયના મામલાથી નીકપટવા માટે પણ તેઓ મધ્યસ્થ રહી ચૂક્યા છે.

શ્રીશ્રી રવિશંકર

આર્ટ્સ ઑફ લિવિંગના પ્રમુખ શ્રીશ્રી રવિશંકર દેશના પ્રમુખ આધ્યાત્મિક ગુરુઓમાના એક છે. અગાઉ પણ તેમણે અયોધ્યા મામલા મધ્યસ્થીની કોશિશકરી હતી, તેના માટે તેઓ અયોધ્યા પણ ગયા હતા અને પક્ષકારો સાથે મુલાકાત પણ કરી હતી. શ્રીશ્રી રવિશંકર અગાઉ પણ લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી ચૂક્યા છે અને તેમણે આ મામલાને ઉકેલવા માટે એક ફોર્મ્યુલા પણ રજૂ કર્યો હતો. શ્રીશ્રી રવિશંકરનું નામ જેવું મધ્યસ્થીના રૂપમાં સામે આવ્યું કે કેટલાય પક્ષો અને મોટા સાધુ-સંતોએ તેમનો વિરોધ પણ કર્યો હતો.

આ પણ વાંચો- 8 અઠવાડિયામાં રિપોર્ટ- મીડિયા કવરેજ પર રોક, જાણો હવે શું થશે અયોધ્યા કેસમાં

English summary
who is KAlifulla, Sri Sri Ravishankar, Sr. advocate Sriram Panchu? know it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X