For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 અઠવાડિયામાં રિપોર્ટ- મીડિયા કવરેજ પર રોક, જાણો હવે શું થશે અયોધ્યા કેસમાં

8 અઠવાડિયામાં રિપોર્ટ- મીડિયા કવરેજ પર રોક, જાણો હવે શું થશે

|
Google Oneindia Gujarati News

રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ મામલામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો ફેસલો સંભળાવ્યો છે. પાછલા કેટલાય દશકાથી ચાલી રહેલ આ મામલાનો વિવાદ મધ્યસ્થી દ્વારા ઉકેલવામાં આવશે. મંદિર પક્ષ અને મસ્જિદ પક્ષથી મળેલ ઉપાય બાદ સુપ્રીમ કોર્ટ મધ્યસ્થીઓનું નામ નક્કી કરી દીધું છે, જેમણે 2 મહિનાની અંદર તમામ પક્ષો સાથે વાતચીત કરવાની રહેશે. જે બાદ આ પેનલ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપશે. શુક્રવારે આવેલ સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ મામલો કેવી રીતે ઉકેલાશે તે વિશે અહીં વાંચો...

ayodhya case

1. રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદને સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી માટે મોકલ્યા, જેના માટે 3 મધ્યસ્થીઓના નામ નક્કી કરવામાં આવ્યાં છે.

2. આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લા, સીનિયર વકીલ શ્રી રામ પંચૂ આ પેનલમાં સામેલ છે.

3. આ પેનલે એક અઠવાડિયામાં પોતાની સુનાવણી કરવાની રહેશે.

4. રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ વિવાદની મધ્યસ્થીની આખી સુનાવણી ફૈઝાબાદમાં જ થશે.

5. પેનલે 8 અઠવાડિયાની અંદર સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપવાનો રહેશે, જો કે આ વચ્ચે પણ પેનલ સતત સુપ્રીમ કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોંપતી રહેશે.

6. ફૈઝાબાદમાં થનાર સુનાવણી માટે તમામ વ્યવસ્થા રાજ્ય સરકારે કરવાની રહેશે.

7. મધ્યસ્થી દરમિયાન પ્રિન્ટ મીડિયા અને ટીવી મીડિયા પર રોક લગાવવામાં આવી છે, એટલે કે આખી પ્રક્રિયાનું રિપોર્ટિંગ કરવામાં નહિ આવે.

જણાવી દઈએ કે અગાઉ પણ કેટલીય વખત મધ્યસ્થીની કોશિશ થઈ ચૂકી છે, પરંતુ દર વખત આ કોશિશ અસફળ જ રહી છે. જો કે, આવું પહેલી વખત થયું જ્યારે સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે આ મામલાને મધ્યસ્થી માટે મોકલ્યો હોય. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ 2.77 એકર ભૂમિ ત્રણ પક્ષકારો- સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે બરાબર ભાગમાં વહેંચવાના અલ્હાબાદ હાઈ કોર્ટના 2010ના ફેસલા વિરુદ્ધ દાખલ 14 અપીલ પર સુનાવણી દરમિયાન મધ્યસ્થીના માધ્યમથી વિવાદ ઉકેલવાની સંભાવનાઓ ચકાસવાનો ઉપાય આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- પાકિસ્તાનમાં બાલાકોટ જેવા જેશના 9 ટેરર કેમ્પ સક્રિય

English summary
big update on ayodhya case, supreme court sent matter to Moderator
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X