For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાત એ તસવીરની જે અફઘાનિસ્તાન પર તાલિબાનના વિજયનું પ્રતિક બની, કોણ છે અફઘાનિસ્તાન છોડનારા છેલ્લો અમેરિકી સૈનિક?

અફઘાનિસ્તાનમાં અમેરિકાનું 20 વર્ષનું યુદ્ધ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે અને 20 વર્ષની લાંબી લડાઈ બાદ અફઘાનિસ્તાનમાં ફરી એકવાર તાલિબાનનું શાસન સ્થપાયું છે.

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનમાં અમેરિકાનું 20 વર્ષનું યુદ્ધ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે અને 20 વર્ષની લાંબી લડાઈ બાદ અફઘાનિસ્તાનમાં ફરી એકવાર તાલિબાનનું શાસન સ્થપાયું છે. છેલ્લા અમેરિકન સૈનિકની વિદાય થતાં જ તાલિબાને અફઘાનિસ્તાનને સ્વતંત્ર જાહેર કર્યુ છે. બીજી તરફ તે અમેરિકન જનરલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે અફઘાનિસ્તાનની ભૂમિ છોડનારો છેલ્લો અમેરિકન સૈનિક છે.

કાબુલ છોડનારા છેલ્લો અમેરિકી સૈનિક કોણ?

કાબુલ છોડનારા છેલ્લો અમેરિકી સૈનિક કોણ?

અમેરિકાએ અફઘાનિસ્તાન છોડવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ નક્કી કરી હતી, પરંતુ તે પહેલા અમેરિકાએ અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે ખાલી કરી દીધું છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે રાતના 12 વાગે તેના એક મિનિટ પહેલા અમેરિકાના છેલ્લા વિમાને પણ કાબુલથી ઉડાન ભરી હતી. અમેરિકાના 82 મા એરબોર્ન ડિવિઝનના કમાન્ડર ક્રિસ ડોનહ્યુ અફઘાન ભૂમિથી ઉડાન ભરનારો છેલ્લો અમેરિકન સૈનિક બન્યો છે અને સોશિયલ મીડિયા પર તેનો ફોટો અમેરિકાની હારના પ્રતીક તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. યુએસ કાર્ગો મિલિટરી એરક્રાફ્ટ C-17 ગ્લોબમાસ્ટરે એ કાબુલ એરપોર્ટ પરથી 11:59 વાગ્યે ઉડાન ભરી હતી.

અમેરિકી રાજદૂતે પણ અફઘાનિસ્તાન છોડ્યુ

અમેરિકી રાજદૂતે પણ અફઘાનિસ્તાન છોડ્યુ

અમેરિકી સંરક્ષણ વિભાગે અફઘાનિસ્તાનથી છેલ્લી ઉડાન બાદ લખ્યું હતું કે, અફઘાનિસ્તાન છોડનાર છેલ્લા અમેરિકી સૈનિકનું નામ મેજર જનરલ ક્રિસ ડોનહ્યુ છે, જે 30 ઓગસ્ટના રોજ યુએસ એરફોર્સ સી-17 પર સવાર થયા હતા. ક્રિસ 82 મા એરબોર્ન ડિવિઝન બોર્ડના કમાન્ડિંગ જનરલ છે. તેની સાથે જ કાબુલમાં યુએસ મિશનનો અંત થયો છે. આ સાથે જ જનરલની તસવીર પણ ટ્વિટર પર શેર કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદૂત રોસ વિલ્સન પણ આ ફ્લાઇટ સાથે અફઘાનિસ્તાનથી નીકળી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ 20 વર્ષથી ચાલી રહેલી આ લાંબી લડાઈનો અંત સત્તાવાર રીતે જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે અમેરિકા પર 9/11 ના હુમલા બાદ જ્યારે તાલિબાને ઓસામા બિન લાદેનને અમેરિકાને સોંપવાનો ઈનકાર કર્યો હતો, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે અફઘાનિસ્તાન પર હુમલાનો આદેશ આપ્યો હતો.

જો બાઈડને શું કહ્યું?

જો બાઈડને શું કહ્યું?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે તે 31 ઓગસ્ટે રોજ અફઘાનિસ્તાનથી અમેરિકી મિશન અંગે પત્રકાર પરિષદ કરશે અને વાત કરશે. તેમણે કહ્યું છે કે સત્તાવાર રીતે અમેરિકાનું મિશન પૂરું થઈ ગયું છે અને અમેરિકાનું છેલ્લું વિમાન અફઘાન ભૂમિ છોડી ગયું છે. જો બાઈડને વધુમાં કહ્યું કે અમેરિકાએ છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાન મિશન દરમિયાન ઘણું સહન કર્યું છે અને હવે અમેરિકન સૈનિકોની ખોટ અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય અફઘાનિસ્તાન મિશનને સમાપ્ત કરવાનો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કાબુલમાંથી લોકોને બહાર કાઢવાના આ બચાવ મિશનને ઇતિહાસનું સૌથી મોટુ એરલિફ્ટ મિશન ગણાવ્યું છે અને કહ્યું છે કે છેલ્લા બે સપ્તાહમાં અમેરિકન સૈનિકો તેમજ અમેરિકન સૈનિકોને મદદ કરતા અફઘાન સહિત લગભગ એક લાખ 20 હજાર લોકોને અફઘાનિસ્તાનની બહાર ખસેડાયા છે.

તાલિબાન દ્વારા સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા

તાલિબાન દ્વારા સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે મંગળવારે વહેલી સવારે કહ્યું હતું કે અમેરિકી સૈનિકો કાબુલ એરપોર્ટથી નીકળી ગયા છે અને આપણા દેશને સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. અમેરિકાએ પણ પુષ્ટિ કરી છે કે તેનું છેલ્લું વિમાન મંગળવારે સમયમર્યાદા પહેલા કાબુલથી નીકળી ગયું છે. છેલ્લા બે સપ્તાહથી અમેરિકા અફઘાનિસ્તાનમાં લોકોને બહાર કાઢવાની કામગીરીમાં સતત રોકાયેલું હતું, જે હવે ખતમ થઈ ગયું છે. આ સાથે તાલિબાનોએ દેશના લગભગ 85 ટકા ભાગ પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કર્યું છે. જો કે પંજશીર ખીણ હજુ પણ નોર્ધન એલાયન્સ અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહના નિયંત્રણમાં છે.

English summary
Who is the last American soldier to leave Afghanistan?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X