For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણે રજૂ કર્યું હતું પહેલું રેલવે બજેટ?

|
Google Oneindia Gujarati News

દેશના રેલવે બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આખો દેશ એ જાણવા માટે આતુર છે કે આખરે રેલવે મંત્રી પવન બંસલની એક્સપ્રેસ શું-શુ સૌગાતો લઇને આવી રહી છે. જરા વિચારો ત્યારે શું થયું હશે, જ્યારે દેશનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હશે. ના ટ્વિટર, ના ફેસબુક, ના ટીવી અને ના ઇન્ટરનેટ. માત્ર રેડિયો અને તેના પર પણ લાઇવ ટેલીકાસ્ટ નહીં. વાત એ જમાનાની આવી જ ગઇ છે, તો અમે તમને રેલવે બજેટ સાથે જોડાયેલા કેટલાક તથ્યો સાથે રૂબરૂ કરાવીએ છીએ.

train-steam-engine
દેશનું પહેલું રેલવે બજેટ વર્ષ 1948માં તત્કાલિન રેલવે મંત્રી અને નાણામંત્રી જોન મથાઇએ રજૂ કર્યું હતું. મથાઇ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ હતા. તે 1922થી 1925 સુધી મદ્રાસ વિશ્વવિદ્યાલયમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર પણ હતા. તેમણે દેશના બે બજેટ રજૂ કર્યા અને પછી 1950માં રાજીનામું આપી દીધું, કારણ કે તે દરમિયાન પ્લાનિંગ કમીશનનું દબાણ વધી ગયું હતું.

તમને જણાવી દઇએ કે જોન મથાઇ જ 1955માં સ્થાપિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પહેલા ચેરમેન હતા. 1955થી 1957 સુધી તે મુંબઇ વિશ્વવિદ્યાલયાં વાઇસ ચાન્સેલર બન્યા અને પછી કેરળ વિશ્વવિદ્યાલયના પહેલા વાઇસ ચાન્સેલર. વધુ એક મહત્વપૂર્ણ તથ્ય જે પહેલા રેલવે મંત્રીના પરિવાર સાથે જોડાયેલો છે. તે એ છે કે તેમના પુત્ર રવિ જોન મથાઇએ ભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદની સ્થાપના કરી અને પહેલા નિર્દેશક પણ બન્યા. જોન મથાઇને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.

English summary
Railway minister Pavan Bansal will present Rail Budget 2013 in Loksabha on February 26. Lets talk about the first Rail Budget of India. Who presented first Railway Budget?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X