For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત અને હિમાચલમાં કોની સરકાર બનશે? પ્રશાંત કિશોરે કરી ભવિષ્યવાણી

ટૂંક સમયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ચૂંટણીપંચ દ્વારા હિમાચલ પ્રદેશ માટે તારીખ જાહેર કરી છે, પરંતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવાની બાકી છે.

|
Google Oneindia Gujarati News

ટૂંક સમયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ચૂંટણીપંચ દ્વારા હિમાચલ પ્રદેશ માટે તારીખ જાહેર કરી છે, પરંતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવાની બાકી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, દિવાળી બાદ ચૂંટણીપંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. આ બે રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે ઘણા ઓપિનિયન પોલ સામે આવી ચૂક્યા છે.

ભાજપ માટે ગુજરાતમાં કપરી સ્પર્ધા

ભાજપ માટે ગુજરાતમાં કપરી સ્પર્ધા

અનેક ચેનલો અને એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનવાની આગાહીકરવામાં આવી રહી છે, પરંતુ જે આક્રમકતા સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. તેને જોયા બાદ એવું માનવામાં આવીરહ્યું છે કે, ગુજરાતમાં ભાજપ માટે મુકાબલો કપરો બનવાનો છે. જોકે, ઘણા લોકો માને છે કે, રાજ્યમાં મુખ્ય લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે.

ઝડપથી બદલાશે ચૂંટણીના સમીકરણો

ઝડપથી બદલાશે ચૂંટણીના સમીકરણો

જેમ જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતી જાય છે. ચૂંટણીના સમીકરણો ઝડપથી બદલાશે. જેની અસર ગુજરાત ચૂંટણીના પરિણામો પર પણ જોવા મળી શકે છે.

આ દરમિયાન પ્રશાંત કિશોર, જેઓ ચૂંટણી રણનીતિકાર હતા, તેમણે આ બે રાજ્યો વિશે આગાહી કરી છે. આ વર્ષે થનારી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કઈ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.

બંને રાજ્યોમાં ભાજપ તરફી છે હવા

બંને રાજ્યોમાં ભાજપ તરફી છે હવા

આ દિવસોમાં બિહારમાં જન સૂરજ યાત્રા કાઢી રહેલા પ્રશાંત કિશોરે કહ્યું છે કે, બંને રાજ્યોમાં થનારી ચૂંટણીમાં કઈ પાર્ટી જીતશે.

પશ્ચિમચંપારણની તેમની મુલાકાતના 15મા દિવસે મીડિયા સાથે વાત કરતા પ્રશાંત કિશોરે જણાવ્યું છે કે, ભાજપ ગુજરાત અને હિમાચલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવશે અને સરકાર બનાવશે. બંને રાજ્યોમાં ભાજપની તરફી પવન ફૂંકાઈ રહ્યો છે.

ગુજરાતમાં AAPની કોઈ અસર નહીં

ગુજરાતમાં AAPની કોઈ અસર નહીં

પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. તેનાથી ભાજપને બહુ નુકસાન નહીં થાય. આવા સમયે, હિમાચલમાં પણ આમ આદમી પાર્ટી આને મૂકી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માટે પણ ભવિષ્યવાણી કરી હતી. જે એકદમ યોગ્ય નીકળ્યું છે.

પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, બંગાળમાં મમતાની સરકાર બનશે અને ભાજપ 100 સીટોને પણ પાર કરી શકશે નહીં. ચૂંટણીના પરિણામો પછી પણ એવું જ થયું હતું.

રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

મીડિયા સાથે વાત કરતા પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર પણ નિશાન સાધ્યું હતું. પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, ગુજરાત અને હિમાચલમાં ચૂંટણી થવાની છે, પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી છોડીને કેરળમાં ભારત પ્રવાસે છે.

આટલું જ નહીં પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર પણ નિશાન સાધ્યું હતું.પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, નીતીશ કુમારની સૌથી મોટી નિષ્ફળતા એ છે કે, એક શિક્ષિત વ્યક્તિ હોવા છતાં બિહારમાં શિક્ષણવ્યવસ્થા પડી ભાંગી છે. બિહારની શાળાઓમાં ખીચડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને કોલેજોમાં ડિગ્રીઓ વહેંચવામાં આવી રહી છે.

English summary
Who will form the government in Gujarat and Himachal? Prashant Kishor prophesied
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X