For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના નામથી કોંગ્રેસ કેમ સલામત અંતર રાખી રહી છે?

|
Google Oneindia Gujarati News

ભારતના મુખ્ય રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલતી શાબ્દિક ટીકા ટિપ્પણીઓમાં છેલ્લા કેટલાક મહિનાથી અચાનક વિરામ લાગી ગયો છે. વાત વાત પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિવાદમાં ઘસેટતી કોંગ્રેસ હવે નરેન્દ્ર મોદીથી વિશેષ અંતર જાળવીને સલામતી સાથે આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. દૂધથી દાજેલી કોંગ્રેસ હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવા માંગે છે. લોકસભા ચૂંટણી 2014ની તૈયારીઓમાં વ્યસ્ત બંને પાર્ટીઓએ હવે એક બીજાના નેતાઓ પર સીધી આક્ષેપબાજી છોડીને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાનું શરૂ કર્યું છે. આ પ્રયત્ન કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે.

ગયા સપ્તાહે કોંગ્રેસના ઉપ પ્રમુખ અને યુવા મોરચાના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના સૌ નેતાઓને અલ્ટીમેટમ આપી દીધું છે કે નરેન્દ્ર મોદી વિશે એક પણ શબ્દ બોલવો નહીં. તેમના વિરુદ્ધ બોલતા પહેલા શું બોલવાના છો તે અંગે પાર્ટીને માહિતી આપવી પડશે અને મંજૂરી મળે તો જ બોલવાનું રહેશે. આ નિર્ણયનું પાલન નહીં કરનારા સામે પાર્ટી શિસ્ત ભંગના પગલા લેશે.

એક તરફ રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીનું કદ અને સમર્થન વધી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસનું કદ જાળવવાનું મુશ્કેલ બની રહ્યું છે. આવા સમયમાં કોંગ્રેસના સમર્થકો અન્યા પાર્ટીમાં ચાલ્યા ના જાય તે જોવું પાર્ટી માટે સૌથી મોટી જવાબદારી બની ગઇ છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા બદલાયેલા વલણ પાછળ એક નહીં અનેક કારણો જવાબદાર છે. આવો જાણીએ શું છે કારણો...

બ્રાન્ડ નરેન્દ્ર મોદી

બ્રાન્ડ નરેન્દ્ર મોદી


ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક બ્રાન્ડ બની ચૂક્યા છે. તેમના નામે વિના મહેનતે ટોળાં ભેગા થાય છે. આવી લોકપ્રિયતાનો મુકાલબો કરવો કોંગ્રેસ માટે મુસીબત બની છે. કારણ કે કોંગ્રેસ પાસે પ્રાદેશિક સ્તરે કે રાષ્ટ્ટ્રીય સ્તરે એવા કોઇ નેતા નથી જે બ્રાન્ડ મોદીનો મુકાબલો કરી શકે.

ઉલ્ટા પુલ્ટા

ઉલ્ટા પુલ્ટા


અત્યાર સુધી કોંગ્રેસ નરેન્દ્ર મોદી પર આક્ષેપોનો કીચડ ઉછાળ્યા કરતી હતી. તેની સામે નરેન્દ્ર મોદી પોતાના પર થયેલા નકારાત્મક પ્રહારોને સકારાત્મક બનાવીને કોંગ્રેસ તરફ વળતો પ્રહાર કરતા. નરેન્દ્ર મોદીની આ બાબતે પણ તેમને લોકપ્રિય નેતા બનાવ્યા છે. આનો ઉકેલ કોંગ્રેસ મેળવી શકી નથી. આથી હવે નરેન્દ્ર મોદી વિશે બોલવાનું બંધ કર્યું છે.

ચૂંટણીમાં મળેલી ધોબી પછાડ

ચૂંટણીમાં મળેલી ધોબી પછાડ


ગુજરાતમાં નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મથી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વિજય અપાવતા આવ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેનો સૌથી લાંબો કાર્યકાળનો વિક્રમ હવે તેમના નામે નોંધાઇ ચૂક્યો છે. ત્રણ વિધાનસભા અને બે લોકસભા ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીના નામે ભાજપને તારી દીધી અને કોંગ્રેસેને ડૂબાડી દીધી છે. ગુજરાતમાં કોંગ્રેસ માટે બેઠા થવાનો કોઇ માર્ગ બચ્યો નથી આ કારણે કોંગ્રેસ ચૂપ છે.

વિકાસની વાત

વિકાસની વાત


કોંગ્રેસ પક્ષ દ્વારા વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉભા કરીને નરેન્દ્ર મોદીને ઘેરવાના અનેક પ્રયત્નો કર્યા છે. કોંગ્રેસના ચક્રવ્યૂહને તોડીને નરેન્દ્ર મોદીએ દરેક વખતે કોંગ્રેસની કેન્દ્ર સરકારને નિશાન બનાવી છે. જેની નકારાત્મક અસર કોંગ્રેસને માટે રાષ્ટ્રીય સ્તરે મુશ્કેલીઓ ઉભી કરી રહી હતી. આ કારણે કોગ્રેસે નરેન્દ્ર મોદી સામે નવ બોલ્યામાં નવ ગુણ સમજ્યા છે.

ખાડો ખોદીને જાતે પડવાનો અનુભવ

ખાડો ખોદીને જાતે પડવાનો અનુભવ


કોંગ્રેસે પાછલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં વર્ષ 2002ના રમખાણોનો મુદ્દો ઉછાળીને મોદીની છબીને ખરાબ કરવાના અનેક પ્રયત્નો કર્યા છે. આ પ્રયત્નોને કારણે કોંગ્રેસે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ નર્ન્દ્ર મોદીને મોતના સૌદાગર ગણાવ્યા બાદ છેલ્લી ઘડીએ બાજી કોંગ્રેસના હાથમાંથી સરકીને ભાજપની ઝોળીમાં આવી ગઇ હતી. આવા અનેક મુદ્દાને કારણે કોંગ્રેસ હવે પોતાનો ગેમ પ્લાન બદલવા માંગે છે.

પ્રિન્સ રાહુલની ચિંતા

પ્રિન્સ રાહુલની ચિંતા


રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીનું કદ વધતાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના માર્ગમાં પડકાર વધ્યા છે. આ બાબત કોંગ્રેસ માટે ચિંતાનું મોટું કારણ બની છે. નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજકારણમાં ઝંપલાવ્યું છે ત્યારે તેમની ટક્કર ઝીલવી રાહુલ ગાંધી માટે મુશ્કેલ કામ છે. આ લડાઇમાં રાહુલ ગાંધીની છબી નિષ્ફળ નેતા તરીકે ના અંકાઇ જાય તે માટે હવે કોંગ્રેસ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનો સીધો મુકાબલો ટાળી રહી છે.

પીએમ ઉમેદવાર માટે મૌન

પીએમ ઉમેદવાર માટે મૌન


એક બાજુ ભાજપના નેતાઓ પીએમ પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામના ઢોલ નગારા વગાડી રહ્યા છે. જેના કારણે આગમી લોકસભામાં કોંગ્રેસને પોતાની જીત પર વિશ્વાસ ડગમગી ગયો છે. આ કારણે કોંગ્રેસ થોભો અને રાહ જુઓ અને આગળ વધોની નીતિ અપનાવીને પીએમ પદના ઉમેદવાર મુદ્દે એક શબ્દ બોલવા તૈયાર નથી. કોંગ્રેસ નરેન્દ્ર મોદીની ટક્કર ઝીલી શકે તેવા હરીફની શોધમાં છે.

English summary
Why Congress keeping safe distance from Narendra Modi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X