શા માટે પૂર્ણ ના થયું અડવાણીનું પીએમ બનવાનું સ્વપ્ન?
બેંગ્લોર, (ઇશ્વર આશીષ): ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન આખરે ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સંભાવનાઓ પર કહ્યુ કે, જો એવુ થાય છે તો તેમને ખુશી થશે. જેનો અર્થ એ કાઢી શકાય છે કે, અંતતઃ અડવાણીએ પાર્ટીમાં મોદીના કદ સામે એ સત્યને સ્વિકારવું જ પડ્યુ કે હવે તેમનો સમય નથી રહ્યો. જેને તેમની મજબૂરી અને વિવશતાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે ગોવાની કાર્યકારિણી બેઠક પહેલા જ અડવાણીને ખબર પડી ગઇ હતી કે, આગળ શું થવાનું છે, તેથી તેમણે બેઠકમાં નહીં જઇને પોતાની નારાજગી વ્યક્ત કરી.
મોદીની ભાજપ તરફથી પીએમ પદના ઉમેદવાર તરીકને જાહેરાત બાદ એ નક્કી થઇ ગયું કે અડવાણીનું સ્વપ્ન હવે ક્યારેય પૂર્ણ નહીં થાય. જો કે, કેટલાક રાજકીય વિશ્લેષકો કહે છે કે તેની પાસે 2004 અને 2009માં પોતાનું આ સ્વપ્ન પૂર્ણ કરવાની તક હતી, પરંતુ એ સમયે તેઓ ફાયદો ઉઠાવી શક્યા નહીં, બીજી તરફ મોદીની વિરુદ્ધ જવાના કારણે કાર્યકર્તાઓ અને પાર્ટીના નેતાઓમાં તેમની છબી ખરાબ થઇ છે.
ગઇ કાલે ગુજરાતમાં મોદીના વખાણ કરવાની રીત તેમના માટે તેમની ખરાબ છબીને અમુક હદે સુધારવાની કવાયત તરીકે જોઇ શકાય છે. તેનાથી ભલે તેમનું સ્વપ્ન પૂર્ણ ના થાય પરંતુ તે પાર્ટીને રાષ્ટ્રીય સ્તર પર લાવનાર વ્યક્તિના રૂપમાં સન્માન જરૂરથી મેળવી શકશે. તો ચાલો તસવીરો થકી જોઇએ કે એવા કયા કારણો છે કે જેના લીધે અડવાણીનું પીએમ બનવાનું સ્વપ્ન પૂર્ણ ના થઇ શક્યું.

ગ્રામીણ મતોને આકર્ષિત ન કરવા
વર્ષ 2004માં યુપીએ સત્તામાં આવવુ એક અપ્રત્યાશિત ઘટના મનાય છે. જ્યારે ઇન્ડિયા શાઇનિંગ વિજ્ઞાપનના આધારે સત્તામાં આવવાનું સ્વપ્ન જોનારી ભાજપ ગ્રામીણ મતદાતાઓને આકર્ષિત નહીં કરી શકે. પાર્ટીનો પ્રચાર શહેરો સુધી સિમિત રહી ગયો. આ ચૂંટણીમાં કોંગ્રેસને 145 બેઠકો અને ભાજપને 138 બેઠકો મળી. જો ગ્રામીણ મતદાતા ભાજપ સાથે હોત તો પાર્ટી ચૂંટણીમાં જીતી હાસલ કરી શકતી હતી અને અડવાણીનું પીએમ બનવાનું સ્વપ્ન પૂર્ણ થઇ શક્યું હોત.

જીણાને ધર્મનિર્પેક્ષ ગણાવવા
ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ પાકિસ્તાનમાં જઇને મોહમ્મદ અલી જીણાને ધર્મનિર્પેક્ષ ગણાવ્યા. જેના કારણે એક હિન્દુત્વવાદી નેતાના રૂપમાં જનતા વચ્ચેની તેમની છબી સંદિગ્ધ થઇ ગઇ. જ્યારે મુસ્લિમ ટોપી નહીં પહેરવાના કારણે હિન્દુત્વવાદી જ ભલે પણ મોદીની છબી સ્પષ્ટ તો હતી જ. નોંધનીય છે કે, સરોજિની નાયડુએ જીણા અંગે કહેલા જીણા હિન્દૂ મુસ્લિમ એકતાના રાજદૂત છે,ને અડવાણીએ જીણાની મજાર પર જઇને દહોરાવ્યા હતા.

મતાદાતાઓ વચ્ચે લોકપ્રિય નહીં
2004 પહેલા ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ભલે સફળ રહી હોય પરંતુ એ પણ સત્ય છે કે, ભાજપને વોટ અડવાણીના નામ પર નહીં પરંતુ ક્યારેક અટલ બિહારી વાજપાયીના નામ પર તો ક્યારેક અયોધ્યાના નામ પર મળ્યા. તેઓ જનતામાં એ ઉત્સાહ ના જગાવી શક્યા કે લોકો તેમને દેશના ભવિષ્યના રૂપમાં જુએ.

મોદીની અપેક્ષાકૃત ઓછી ઉમર હોવી
અડવાણીની ઉમર હાલ 85 વર્ષની છે તો મોદીની ઉમર 63 વર્ષની છે. દેશા યુવાનો મોદીના દૃઢ વ્યક્તિત્વ અને તેમની ભાષણ શૈલીથી પ્રભાવિત છે અને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ કરે છે, જ્યારે અડવાણીએ ના તો દેશના વિકાસ મોડલની ચર્ચા કરી અને ના તો તે યુવાનોમાં લોકપ્રિય છે.

સંઘથી દૂરી
આરએસએસએ અત્યારસુધી પડદા પાછળ જ પાર્ટીને સમર્થન કર્યુ છે, પરંતુ મોદીના કારણે સંઘ ખુલીને મેદાનમાં આવ્યું. સંઘના કાર્યકર્તા હોવાના કારણે મોદીને સંઘના પદાધિકારીઓનું સમર્થન પ્રાપ્ત છે, જ્યારે અડવાણીનો પ્રભાવ સંઘ પર પહેલા જેવો રહ્યો નથી. તેથી તેમણે રાજીનામું આપ્યા પછી પણ સંઘ પદાધિકારીઓએ મોદીની કિંમત પર તેમની સાથે કોઇ બાંધછોડ કરી નહીં.












Click it and Unblock the Notifications
