For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ 6 કલાક માટે કેમ બંધ થયુ હતુ? જાણો સંપૂર્ણ વિગત

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ લગભગ ત્રણે પ્લેટફૉર્મ 6 કલાકથી વધુ સમય માટે ડાઉન હતા. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ફેસબુક અને તેના મેસેજિંગ પ્લેટફૉર્મ વૉટ્સએપ અને તેના ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ ગઈ કાલે રાતે(4 ઓક્ટોબર) 6 કલાકથી વધુ સમય સુધી ડાઉન હતુ. ભારતીય સમય અનુસાર રાતે 9 વાગીને 11 મિનિટથી ગ્લોબલી ફેસબુક, વૉટ્સએપ અને ઈન્સ્ટાગ્રામે સર્વર ડાઉન હોવાના કારણે કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. દુનિયાભરમાં લાખો ઉપયોગકર્તાઓ અને ઘણી કંપનીઓમાં કામકાજ અટકી ગયુ હતુ. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ લગભગ ત્રણે પ્લેટફૉર્મ 6 કલાકથી વધુ સમય માટે ડાઉન હતા. સોમવારે મોડી રાતે ફેસબુકે માહિતી આપી કે, 'એ જણાવતા ખુશી થઈ રહી છે કે તે હવે ઑનલાઈન પાછા આવી ગયા છે.'

ફેસબુકે માફી માંગી પરંતુ સર્વર ડાઉનનુ કારણ ન જણાવ્યુ

ફેસબુકે માફી માંગી પરંતુ સર્વર ડાઉનનુ કારણ ન જણાવ્યુ

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ ત્રણે પર ફેસબુકની જ માલિકી છે. માટે ત્રણે પ્લેટફૉર્મ એક સાથે ડાઉન થયા હતા. ફેસબુકે ત્રણે પ્લેટફૉર્મ પર સર્વિસ રિ-સ્ટોર કરવાની માહિતી આપીને માફી માંગી પરંતુ સર્વર ડાઉનુ કારણ જણાવ્યુ નહિ. કંપનીએ માફી માંગી અને પોતાના યુઝરને થયેલી મુશ્કેલી સહન કરવા માટે આભાર માન્યો. ઈન્ટરનેટના મુદ્દાઓ પર નજર રાખતા પ્લેટફૉર્મ ડાયરેક્ટરે કહ્યુ કે ફેસબુક આઉટેજ અત્યાર સુધીનુ સૌથી મોટુ આઉટેજ હતુ. જેને દુનિયાભરમાં 10.6 મિલિયનથી વધુ રિપોર્ટ સાથે જોવામાં આવ્યુ હતુ.

કેટલી વાર બંધ રહ્યા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ?

કેટલી વાર બંધ રહ્યા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ?

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ 6 કલાક સુધી બંધ રહ્યા હતા. ભારતીય સમય અનુસાર 3 વાગીને 24 મિનિટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંનેની સર્વિસ રિ-સ્ટોર કરવામાં આવી. વળી, વૉટ્સએપનુ સર્વર 7 કલાક માટે ડાઉન હતુ. 7 કલાક ડાઉન રહ્યા બાદ ભારતીય સમયાનુસાર 4 વાગીને 19 મિનિટે વૉટ્સએપ સેવા શરૂ કરવામાં આવી.

આ કારણોસર ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ થયુ હતુ ડાઉન

આ કારણોસર ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ થયુ હતુ ડાઉન

રૉઈટર્સે ઘણા ફેસબુક કર્મચારીઓનો હવાલો આપીને(જેમણે નામ આપવાનો ઈનકાર કર્યો છે) જણાવ્યુ કે તેમનુ માનવુ છે કે આઉટેજ એક ઈન્ટરનેટ ડોમેનમાં આંતરિક રુટિંન ભૂલના કારણે થયુ હતુ. તેમણે કહ્યુ કે ઈન્ટરનલ કમ્યુનિકેશન ટૂલ્સ અને અન્ય સંશાધનોની નિષ્ફળતાઓ જે કામ કરવા માટે એ ડોમેન પર નિર્ભર કરે છે તેમાં કંઈક ફોલ્ટ હતો. વળી, ઘણા સિક્યોરિટી એક્સપર્ટસના જણાવ્યા મુજબ ફેસબુક, વૉટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનુ સર્વર ડાઉન હોવાની ઘણી ઈન્ટરનલ મિસ્ટેક હોઈ શકે છે. હાર્વર્ડના બર્કમેન ક્લેન સેન્ટર ફૉર ઈન્ટરનેટ એન્ડ સોસાયટીના નિર્દેશક જોનાતન ડિટ્રેને ટ્વિટ કર્યુ, 'ફેસબુકે મૂળ રીતે પોતાના કારમાં પોતાની ચાવી બંધ કરી દીધી હતી.'

English summary
Why Facebook, Instagram and WhatsApp were all down here is all details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X