For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST બન્યો ગુજરાત સર્વિસ ટેક્સ? જાણો કઇ રીતે?

જીએસટી કાઉન્સિલમાં કેટલીક વસ્તુઓના જીએસટી દરમાં ઘટાડાની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર લોકો જીએસટીને ગુજરાત સર્વિસ ટેક્સ કહી રહ્યાં છે, જાણો શા માટે?

By Shachi
|
Google Oneindia Gujarati News

ગત શુક્રવારે જીએસટી કાઉન્સિલ દ્વારા ખાખરા, પૉલિયેસ્ટર, નાયલોનના દોરા જેવી વસ્તુઓ સસ્તી થઇ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતથી મધ્યમ અને નાના વેપારીઓને ફાયદો થશે એમ માનવામાં આવી રહ્યું છે. કાઉન્સિલ દ્વારા આ બેઠકમાં લગભગ 27 ઉત્પાદનો અને સેવાઓ પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે. આ તમામ વસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જો કે, વિપક્ષ દ્વારા સરકારના આ નિર્ણયને ગુજરાતની વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે. જીએસટી કાઉન્સિલની આ ઘોષણા બાદ લોકો સોશિયલ મીડિયા પર જીએસટીને ગુજરાત સર્વિસ ટેક્સ કહી રહ્યાં છે.

gst gujarat

ઉલ્લેખનીય છે, જે વસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડવામાં આવ્યો છે, તેમાંની મોટાભાગની વસ્તુઓ એવી છે જેનો ગુજરાત સાથે સીધો સંબંધ છે. ખાખરા અને તથા કોરો નાશ્તો ગુજરાતમાં સૌથી વધુ ખવાય છે, ટેક્સટાઇલ બજારમાં ગુજરાત સૌથી આગળ છે તથા સુરત હીરા ઉદ્યોગનું ગઢ મનાય છે. દેશની કુલ નિકાસના 12 ટકા કપડાની નિકાસ ગુજરાતમાંથી થાય છે, માનવ નિર્મિત ફાયબરનું સૌથી મોટું ઉત્પાદક પણ ગુજરાત છે.

સોશિયલ મીડિયા પર સરકારના આ નિર્ણયની ખૂબ મજાક ઉડાવાઇ રહી છે. આ સંબંધિત કેટલાક ટ્વીટ્સ જુઓ અહીં...

gst gujarat
gst gujarat
English summary
Why has social media renamed GST as Gujarat Service Tax?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X