For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

23મેએ પરિણામ ગમે તે આવે, આ રાજ્યની સરકાર પર સંકટ આવી શકે છે

ગયા અમુક મહિનાઓમાં કર્ણાટક ભાજપ તરફથી 23મે બાદ રાજ્યની કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ભાંગવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા થોડા મહિનાઓમાં કર્ણાટક ભાજપ તરફથી 23મે બાદ રાજ્યની કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ભાંગવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ભાજપની આ શંકાને અમુક કોંગ્રેસી ધારાસભ્યો તરફથી સિદ્ધારમૈયાની ફરીથી સીએમ બનવાની ઈચ્છા સાથે જોડીને પણ જોઈ શકાય છે પરંતુ જાણકારો માને છે કે આગ વિના ધૂમાડો નથી નીકળતો અને જો લોકસભા ચૂંટણીના પરિણામ ગઠબંધનના પક્ષમાં ન રહ્યા તો રાજ્યમાં કોઈ મોટી રાજકીય ઉલટ પલટની સંભાવના નકારી શકાય નહી.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ

ગઠબંધનમાં બધુ ઠીક નથી

ગઠબંધનમાં બધુ ઠીક નથી

ન્યૂઝ 18ના એક સમાચાર મુજબ કોંગ્રેસના એક સૂત્રએ માન્યુ છે કે ગઠબંધનની સરકારની અંદર બધુ ઠીક નથી. તેણે કહ્યુ કે, ‘આ ગઠબંધનથી કોઈ ખુશ નથી - ના કોંગ્રેસ અને ના જેડીએસ. પરંતુ તે આમાં એટલા માટે છે કારણકે તેમના નેતા રાહુલ તેમજ દેવગૌડા છે.' આ સૂત્રએ પણ 23મે બાદ આ દોસ્તી જળવાઈ રહેવાની સંભાવનાઓ વિશે પોતાની શંકા દર્શાવી. વાસ્તવમાં જો સાઉથ કર્ણાટકમાં વર્તમાન લોકસભા ચૂંટણીમાં ગઠબંધનના ઉમેદવારોને ઝટકો લાગ્યો તો તેમના પાર્ટી કાર્યકર્તાઓમાં સહયોગી તરફથી છેતરાયાની ભાવના પેદા થવાની બહુ વધુ આશંકા છે.

કોંગ્રેસ નેતાઓની ફરિયાદ

કોંગ્રેસ નેતાઓની ફરિયાદ

કોંગ્રેસના પદાધિકારીઓની ફરિયાદ છે કે તે પોતાનુ કામ કરાવી શકવામાં સફળ નથી થઈ રહ્યા. ભલે તે જનતાનું કોઈ કામ હોય કે રાશન કાર્ડ અને જાતિ પ્રમાણપત્ર બનાવવાનું કામ. એક વરિષ્ઠ કોંગ્રેસી રણનીતિકાર અને ધારાસભ્યએ જણાવ્યુ કે, ‘અમે ઘણા એવા જિલ્લાઓ વિશે જાણીએ છીએ જ્યાં અમારા નેતાઓ શોષિત અનુભવી રહ્યા છે, અમારી સરકાર હોવા છતા તે કોઈ કામ કરાવી શકતા નથી.' આ નેતાઓને ડર છે કે ક્યાંક આના કારણે તેમના મતદારો જેડીએસ તરફ શિફ્ટ ન થઈ જાય જેથી તેમના કામ સરળતાથી થઈ શકે.

કોંગ્રેસ-જેડીએસ નેતાઓમાં મતભેદ

કોંગ્રેસ-જેડીએસ નેતાઓમાં મતભેદ

વાસ્તવમાં હાલના સમયમાં જેડીએસના રાજ્ય અધ્યક્ષ એચ વિશ્વનાથ અને કોંગ્રેસના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા વચ્ચે મતભેદ વધુ ગાઢ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે એચ વિશ્વનાથ ગઠબંધનના કો-ઑર્ડિનેશન કમિટીના અધ્યક્ષ પણ છે. આમ તો કાર્યકર્તાઓ તરફથી તેમની ફરીથી જીત માટે ઉતાવળાપણા માટે તે કહે છે કે તે ફેન્સની ઈચ્છા છે પરંતુ હજુ મુખ્યમંત્રીની ખુરશી ખાલી છે. એટલે કે ક્યાંકને ક્યાંક તે કાર્યકર્તાઓની લાગણીઓ સાથે નેતૃત્વને પણ માહિતગાર કરાવી રહ્યા છે.

પોતાના ચક્કરમાં લાગી છે ભાજપ

પોતાના ચક્કરમાં લાગી છે ભાજપ

તથ્ય એ છે કે 224 સીટોવાળી કર્ણાટક વિધાનસભામાં ભાજપ 104 સીટો જીતીને પણ સત્તામાંથી બહાર રહેવા મજબૂર છે. તેને વિપક્ષમાંથી સત્તામાં આવવા માટે માત્ર 9 ધારાસભ્યોની જરૂર છે. ગયા વર્ષે પણ ત્યાં ઑપરેશન કમલની પણ ઘણી વાર ચર્ચા ઉઠી ચૂકી છે. આના હેઠળ ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યા કે તે વિરોધી ધારાસભ્યોને પાર્ટી સાથે બગાવાત કરવા માટે કહી રહી છે. આના કારણે તેમને કમલના સિંબોલ પર ફરીથી ચૂંટણી જીતાવવા અને મંત્રીપદ આપવાનું પ્રલોભન આપવાના પણ આરોપ લાગતા રહ્યા છે.

ભાજપ નેતા શું સંકેત આપી રહ્યા છે?

ભાજપ નેતા શું સંકેત આપી રહ્યા છે?

ગયા 10 દિવસોમાં રાજ્ય ભાજપના બધા મોટા નેતા, પૂર્વ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ બી એસ યેદુરપ્પા, પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર, પૂર્વ ડેપ્યુટી સીએમ કે એસ ઈશ્વરપ્પા અને પાર્ટી મહાસચિવ અરવિંદ લિંબાવલી 23 મે બાદ સરકાર પડી જવાની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. અરવિંદ લિંબાવલી તો બે પગલા આગળ વધીને રવિવારે થઈ રહેલ બે વિધાનસભા પેટાચૂંટણાં ત્યાં સુધી કહી ચૂક્યા છે, ભાજપને મત આપો જેથી પાર્ટી પોતાની ટેલી વધારી શકે. એટલુ જ નહિ 19 મે બાદ વિરોધીઓના બીજા અમુક ધારાસભ્યો પર રાજીનામા આપીને ફરીથી પેટાચૂંટણીમાં જવાની વાત કહી છે. જ્યારે જગદીશ શેટ્ટારે કહ્યુ છે કે, ‘સિદ્ધારમૈયાએ લટકતી સરકારમાં ટાઈમ બોમ્બ લગાવી દીધો છે. 23મા રોજ તે પોતે જ આનું બટન દબાવી દેશે.' ભાજપને આશા છે કે વિધાનસભાની બંને પેટા ચૂંટણીમાં તેની જીત થશે અને તે જાદુઈ આંકડાની નજીક પહોંચી જશે.

વધુ શક્તિશાળી બનીને ઉભરશે ગઠબંધનઃ કુમારસ્વામી

વધુ શક્તિશાળી બનીને ઉભરશે ગઠબંધનઃ કુમારસ્વામી

કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એ ડી કુમારસ્વામી ભાજપ નેતાઓની ભવિષ્યવાણી પર જોરદાર પ્રહાર કરે છે. તેમના જણાવ્યા મુજબ, ‘હવે તે (યેદિયુરપ્પા) 23 મેની નવી ડેડલાઈન બતાવી રહ્યા છે. 23 મેના બાદ ગઠબંધન પહેલાથી પણ વધુ મજબૂત બનીને ઉભરશે.'

દેવગૌડા જ સૌથી મોટી આશા

દેવગૌડા જ સૌથી મોટી આશા

જેડીએસના સૂત્રો મુજબ જ્યાં સુધી પૂર્વ પીએમ દેવગૌડાની હાજરી છે ગઠબંધન સરકાર પર કોઈ જોખમ નહિ આવી શકે. તેમને લાગે છે કે તેમના નામ પર કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં બેંગલુરુમાં વિપક્ષી નેતાઓનો જમાવડો લાગી ગયો. એટલુ જ નહિ તેમને આશા છે કે કેન્દ્રમાં નવી સરકારમાં એચડી દેવગૌડાની બહુ મોટી ભૂમિકા રહેવાની છે. એટલા માટે કેન્દ્રમાંથી મોદીને હટાવવા માટે રાહુલ ગાંધી પણ પોતાના પ્રદેશ નેતૃત્વને વધુ થોડા મહિના ગઠબંધન સરકાર ખેંચવા માટે બાધ્ય કરી શકે છે. પરંતુ એટલુ તો નક્કી છે કે રાજ્યમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે તિરાડ ઉંડી થઈ રહી છે અને જો કેન્દ્રમાં સમીકરણ બરાબર ન બેસ્યા તો કુમારસ્વામી સરકારના ભવિષ્ય વિશે કંઈ પણ ગેરેન્ટીથી કહેવુ મુશ્કેલી લાગી રહ્યુ છે.

English summary
why is saying about fall of Congress-JDS government in Karnataka after May 23?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X