For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જગન્નાથ રથયાત્રા 2019: શું છે રથયાત્રાનો અર્થ, કેમ થાય છે તે દર વર્ષે આયોજિત?

તીર્થ નગરી પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી શરૂ થઈ રહી છે. એક સપ્તાહ સુધી ચાલનારી રથયાત્રામા આ વખતે લગભગ બે લાખ શ્રદ્ધાળુઓ શામેલ થવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

તીર્થ નગરી પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી શરૂ થઈ રહી છે. એક સપ્તાહ સુધી ચાલનારી રથયાત્રામા આ વખતે લગભગ બે લાખ શ્રદ્ધાળુઓ શામેલ થવાની સંભાવના છે કે જે ગયા વર્ષ કરતા 30 ટકા વધુ છે. વાસ્તવમાં, પુરી સ્થિત જગન્નાથ મંદિર ભગવાન વિષ્ણુના કૃષ્ણ અવતારને સમર્પિત છે, ભગવાન જગન્નાથની મુખ્ય લીલા ભૂમિ ઉડીસાની પુરી છે એટલા માટે તેને 'પુરુષોત્તમ પુરી' પણ કહેવામાં આવે છે. હિંદુઓ માટે આ રથયાત્રા ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ પુત્ર આકાશને પીએમ મોદીની ફટકાર પર કૈલાશ વિજયવર્ગીયએ તોડ્યુ મૌનઆ પણ વાંચોઃ પુત્ર આકાશને પીએમ મોદીની ફટકાર પર કૈલાશ વિજયવર્ગીયએ તોડ્યુ મૌન

રથયાત્રામાં હોય છે ત્રણ રથ

રથયાત્રામાં હોય છે ત્રણ રથ

તમને જણાવી દઈએ કે રથયાત્રામાં ત્રણ રથ હોય છે જેમાં સૌથી આગળ તાલ ધ્વજ પર શ્રી બલરામ, તેની પાછળ પદ્મ ધ્વજ રથ પર માતા સુભદ્રા અને સૌથી પાછળ નન્દીઘોષ નામના રથ પર શ્રી જગન્નાથજી ચાલે છે. તાલધ્વજ રથ 65 ફૂટ લાંબો, 65 ફૂટ પહોળો અને ઉંચો છે. આમાં 7 ફૂટ વ્યાસના 17 પગથિયા લાગેલા હોય છે. બલરામજી અને સુભદ્રાજી બંનેનો રથ પ્રભુ જગન્નાથજીના રથથી નાનો હોય છે.

નાળિયેરના લાકડાથી બનાવવામાં આવે છે રથ

નાળિયેરના લાકડાથી બનાવવામાં આવે છે રથ

ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ નાળિયેરના લાકડાથી બનાવવામાં આવે છે. આવુ એટલા માટે કરવામાં આવે છે કારણકે આ લાકડુ હલકુ હોય છે. ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો હોય છે. આ ઉપરાંત આ રથ બાકીના રથોની તુલનામાં પણ આકારમાં મોટો હોય છે.

જગન્નાથજી દશાવતાર રૂપે પૂજાય છે

જગન્નાથજી દશાવતાર રૂપે પૂજાય છે

રથયાત્રામાં જગન્નાથજીને દશાવતારો રૂપે પૂજવામાં આવે છે. માન્યતા મુજબ ભગવાન જગન્નાથ વિવિધ ધર્મો, મતો અને વિશ્વાસોનું અદભૂત સમન્વય છે એટલા માટે પુરી રથયાત્રામાં ઘણા ધર્મોના લોકો પણ શામેલ થાય છે. કહેવાય છે કે રથનું નિર્માણ બુદ્ધિથી કરવામાં આવે છે, તેની તુલના વ્યક્તિના શરીર સાથે કરવામાં આવે છે, એવામાં રથરૂપી શરીરમાં આત્મા રૂપી ભગવાન જગન્નાથ બિરાજમાન થાય છે. આ રીતે રથયાત્રા શરીર અને આત્માના મેળ તરફ સંકેત કરે છે એટલા માટે શ્રી જગન્નાથજીનો રથ ખેંચીને લોકો પોતાને ધન્ય સમજે છે.

શું છે માન્યતા

શું છે માન્યતા

જગન્નાથ પુરીની રથયાત્રાને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો દર વર્ષે ઓડિશા આવે છે અને આ યાત્રામા રથને સ્પર્થીને પોતાના પાપોનો અંત કર છે. સ્કંધ પુરાણ મુજબ રથયાત્રામાં જે વ્યક્તિ શ્રી જગન્નાથજીના નામનુ કીર્તન કરતા કરતા ગુંડીચા નગર સુધી જાય છે તે બધા કષ્ટોમાંથી મુક્તિ મેળવી લે છે અને જે વ્યક્તિ શ્રી જગન્નાથજીના દર્શન કરતા કરતા પ્રણામ કરીને રસ્તાની ધૂળ કીચડ વગેરેમાં આળોટતા આળોટતા જાય છે તે સીધી ભગવાન વિષ્ણુના ઉત્તમ ધામને મેળવે છે અને જે વ્યક્તિ ગુંડીચા મંડપમાં રથ પર બિરાજમાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રા દેવીના દર્શમ દક્ષિણ દિશામાં આવતા કરે છે તેને મોક્ષ મળે છે.

English summary
why jagannath rath yatra is celebrated every year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X