For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આતંકી હુમલાના આરોપ મુસ્લિમ પર જ કેમ?'

|
Google Oneindia Gujarati News

abu azmi
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: સમાજવાદી પાર્ટીના નેતા અબુ અસીમ આજમીએ સોમવારે આરોપ લગાવ્યો છે કે દેશમાં આતંકવાદી હુમલાના આરોપ હંમેશા મુસલમાનો પર જ કેમ લગાવવામાં આવે છે. સાથે સાથે એવો દાવો કર્યો કે ભેદભાવનો આ નજરીયો હાલમાં જ થયેલા હૈદરાબાદ વિસ્ફોટોની તપાસમાં પણ દેખાઇ શકે છે.

મહારાષ્ટ્રમાં સપાના પ્રમુખ અને મુંબઇના ગોવંદીથી વિધાયક આજમીએ પૂછ્યુ કે બજરંગ દળ જેવા હિન્દુ આતંકવાદી ગ્રુપ તથા સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટના એક મુખ્ય આરોપી ફરાર રામચંદ્ર કલસાંગરા પર ધ્યાન કેમ કેન્દ્રીત નથી કરવામાં આવતું. જ્યારે મુસલમાનોને શંકાના આધારે દોષી જણાવી પકડી પાડવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે હૈદરાબાદમાં બે બોમ્બ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા હતા જ્યારે 117થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટોની જવાબદારી લશ્કર એ તૈયબાએ સ્વીકારી છે.

English summary
Why Muslims are always blamed for terror attacks, asks Abu Azmi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X