For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ આંદોલન વચ્ચે રાહુલ ગાંધી વિદેશ કેમ ગયા, કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કર્યો ખુલાસો

ભાજપના હુમલા પર હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે જવાબ આપીને રાહુલ ગાંધીના વિદેશ જવાનુ કારણ જણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Rahul Gandhi foreign visit. ખેડૂત આંદોલન વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ માટે રાજકીય ઘમાસાણ મચી ગયુ છે. વાસ્તવમાં, કૃષિ કાયદાના વિરોધમાં હાલમાં દિલ્લીની સીમાઓ પર ખેડૂતોનુ આંદોલન ચાલી રહ્યુ છે અને રવિવારે રાહુલ ગાંધી વિદેશ રવાના થઈ ગયા. ત્યારબાદ ભાજપ નેતાઓએ રાહુલ ગાંધીને નિશાના પર લીધા છે. રાહુલ ગાંધી ખેડૂતોને હમદર્દીના નામે માત્ર દેખાડો કરી રહ્યા છે. ભાજપના હુમલા પર હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે જવાબ આપીને રાહુલ ગાંધીના વિદેશ જવાનુ કારણ જણાવ્યુ છે.

કેસી વેણુગોપાલે શું જણાવ્યુ

કેસી વેણુગોપાલે શું જણાવ્યુ

આ બાબતે મીડિયા સાથે વાત કરીને કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે જણાવ્યુ, 'રાહુલ ગાંધી પોતાની નાનીને મળવા માટે વિદેશ ગયા છે. શું આમ કરવુ ખોટુ છે? બધાને વ્યક્તિગત પ્રવાસ પર જવાનો અધિકાર છે. આ મુદ્દે ભાજપ નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યુ છે. ભાજપના નેતા રાહુલ ગાંધી વિશે નિવેદનબાજી કરી રહ્યા છે કારણકે તે માત્ર એક નેતા પર જ નિશાન સાધવા માંગે છે.'

ઈટલીના મિલાન શહેરમાં ગયા છે રાહુલ ગાંધી

ઈટલીના મિલાન શહેરમાં ગયા છે રાહુલ ગાંધી

આ પહેલા રવિવારે કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ રાહુલ ગાંધીની વિદેશ યાત્રા વિશે માહિતી આપી. રણદીપ સિંહ સુરજેવાલાએ જણાવ્યુ કે રાહુલ ગાંધી એક નાની મુસાફરી પર વિદેશ જઈ રહ્યા છે અને થોડા દિવસમાં પાછા આવી જશે. સુરજેવાલાએ જો કે એ ન જણાવ્યુ કે રાહુલ ગાંધી વિદેશમાં ક્યાં જઈ રહ્યા છે પરંતુ સૂત્રોએ જણાવ્યુ કે રાહુલ ઈટલીના મિલાન શહેર માટે રવાના થયા છે.

ભારતમાં રાહુલ ગાંધીની રજા ખતમઃ ગિરિરાજ સિંહ

ભારતમાં રાહુલ ગાંધીની રજા ખતમઃ ગિરિરાજ સિંહ

તમને જણાવી દઈએ કે વિદેશ જવા વિશે સૌથી પહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તેમના ઉપર નિશાન સાધ્યુ. ગિરિરાજ સિંહે રવિવારે ટ્વિટ કરીને કહ્યુ, 'ભારતમાં રાહુલ ગાંધીની રજાઓ ખતમ થઈ ગઈ છે. આજે તે ઈટલી પાછા જતા રહ્યા.' વળી, ત્યારબાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વિટ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, 'કોંગ્રેસ આ તરફ પોતાનો 136મો સ્થાપના દિવસ મનાવી રહી છે અને રાહુલજી 9 2 11' થઈ ગયા.'

કોરોના વેક્સીનમાં મિલાવ્યુ છે ગાયનુ લોહીઃ સ્વામી ચક્રપાણિકોરોના વેક્સીનમાં મિલાવ્યુ છે ગાયનુ લોહીઃ સ્વામી ચક્રપાણિ

English summary
Why Rahul Gandhi went abroad, Congress leader revealed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X