મોદીના ભાષણોનો રોજે રોજ જવાબ આપી થાકી ગયા કોંગ્રેસી નેતા
નવી દિલ્હી, 9 એપ્રિલ: હાલમાં દેશમાં નરેન્દ્ર મોદીનો જાદુ છવાયો છે, અને નરેન્દ્ર મોદીનું હાલમાં રોજ નવું ભાષણ ક્યાંકને ક્યાંક યોજાતું હોય છે. અને તેઓ પોતાના દરેક ભાષણમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ જણાવ્યું કે એ જરૂરી નથી કે રોજે-રોજ મોદીના નિવેદનોનો જવાબ આપવા માટે પ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ છે આ કેન્દ્રનું કામ નથી.

અત્રે નોંધનીય છે કે મોદી ગઇકાલે દિલ્હીમાં હતા અને આજે કોલકાતામાં હતા, દિલ્હી તથા કોલકાતામાં મળીને મોદીના ચાર ભાષણોએ કેન્દ્ર સરકારને દોડતી કરી દીધી છે. કોંગ્રેસી નેતાઓ હવે મોદીના પ્રહારોનો જવાબ આપવાથી એવું કહીને બચી રહી છે કે તેમના નિવદન પર જવાબ આપવાનું કામ કોંગ્રેસની પ્રદેશ સમિતિના અધ્યક્ષનું છે.












Click it and Unblock the Notifications
