'સ્નૂપગેટ'ની તપાસ થઇ તો મોદી ઉઘાડા પડી જશે: સિબ્બલ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 મે: ચૂંટણીના વાતાવરણમાં કોંગ્રેસે હવે ગુજરાતમાં મહિલા જાસૂસીની તપાસનો રાગ ફરી આલાપ્યો છે. કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે મોદી પર નિશાનો સાધતા જણાવ્યું કે મહિલા જાસૂસી કાંડની તપાસથી ભાજપ ડરી ગઇ છે. સિબ્બલના જણાવ્યા અનુસાર ભાજપ નેતા એવું શા માટે કહી રહ્યા છે કે જજ મહિલા જાસૂસી કાંડની તપાસ ના કરે.

સિબ્બલનો દાવો છે કે જો તપાસ થઇ તો ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારનો ભેદ ખુલી જશે અને તેઓ ઉઘાડા પડી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા અરૂણ જેટલીએ અપીલ કરી હતી કે કોઇ જજ આ કેસની તપાસ ના કરે. જેટલીએ જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે ન્યાયિક સન્માન ખાતર કોઇ જજ આ તપાસ પંચને હેન્ડલ કરવા રાજી ના થાય.

kapil sibal
ચૂંટણી તેના અંતિમ ચરણોમાં છે એવામાં કોંગ્રેસ પોતાનો છેલ્લો દાવ ખેલવા માગે છે. અને તેની સંપૂર્ણ કોશિશ છે કે સ્નૂપગેટની તપાસ ખૂબ જ જલદી કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મહિલા આર્કિટેકની જાસૂસીના મામલામાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને તેમના ખાસ અમિત શાહનું નામનો સમાવેશ થાય છે.

અત્રે નોંધનીય છે કે આ પહેલા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પણ એવું કહી ચૂક્યા છે કે આ મામલાની તપાસ માટે કોઇ જજની વરણી કરવાથી ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન નહીં થાય. તેને લઇને ટૂંક સમયમાં કેબિનેટ મિટિંગ થઇ શકે છે.

English summary
Kapil Sibal attacks on Narendra Modi, says will appoint judge to probe 'Snoopgate' before May 16.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X