For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોનસૂન સત્રમાં વંદેમાતરમનો કરીશ બહિષ્કાર: શફીકૂર્રહમાન બર્ક

|
Google Oneindia Gujarati News

shafiqur raheman
સંભલ, 4 ઑગસ્ટ: ઉત્તર પ્રદેશમાં સંભલ લોકસભા બેઠકથી બસપા સાંસ ડૉ. શફીકૂર્રહમાન બર્કે ફરી એકવાર વંદે માતરમનો વિરોધ કરવાનું બંડ પોકારી દીધું છે. તેમણે જણાવ્યું કે તેઓ મોનસૂન સત્રમાં પણ સંસદમાં ગેરહાજર રહીને વંદેમાતરમનો બહિષ્કાર કરીશું.

બર્કે ગઇકાલે મોડી રાત્રે ચંદોસીમાં મુસ્લીમ વિકાસ મંચ દ્વારા આયોજિત રોજા ઇફ્તાર બાદ પત્રકારોને જણાવ્યું કે તેમણે 1997માં પણ સંસદના 50 વર્ષ પૂરા થવા પર આયોજિત સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં પણ વંદેમાતરમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને પાંચ ઑગસ્ટથી શરૂ થઇ રહેલા મોનસૂન સત્રમાં પણ ગેરહાજર રહીને આનો વિરોધ નોંધાવીશ.

તેમણે જણાવ્યું કે વંદેમાતરમનો અર્થ ભારત માતાની પૂજા અથવા વન્દના કરવાનો છે અને ઇસ્લામમાં પૂજા કરવાને યોગ્ય ગણવામાં આવતું નથી, તેને ઇસ્લામના વિરોધમાં ગણવામાં આવે છે. આ મુદ્દા પર તેમની પાર્ટી બસપા પણ તેમની સાથે છે.

બર્કે આઇએએસ દુર્ગાશક્તિ નાગપાલના સસ્પેન્સનને અયોગ્ય છેરવ્યું. તેમણે જણાવ્યું કે સરકાર ટ્રાન્સફર કરી શકતી હતી. આ મામલામાં દુનિયા જોઇ રહી છે કે તે નિર્દોષ છે. સરકારે મુસ્લિમોના કારણે તેમનું સસ્પેન્સન નથી કરવામાં આવ્યું. આ કેસ સાથે મુસ્લિમો સાથે કોઇ સંબંધ નથી. સરકાર મુસ્લિમોને ઢાલ ના બનાવે.

English summary
Bahujan Samaj Party (BSP) MP Shafiqur Rahman Barq has said he will remain absent from Parliament on Monday to protest against singing of the national song 'Vande Mataram'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X