For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરી ભાજપ સાથે હાથ મિલાવી શકીએ છીએ: શરદ યાદવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sharad-yadav
નવી દિલ્હી, 18 જૂન: બિહારમાં એનડીએ ભંગના એક દિવસ બાદ સોમવારે જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે ફરી એકવાર પોતાનો સૂર બદલ્યો છે. શરદ યાદવે કહ્યું હતું કે જો ભાજપા ફરી એકવાર લાલકૃષ્ણ અડવાણીને પોતાના શીર્ષ નેતાના રૂપમાં સ્થાપિત કરે છે તો તેમની પાર્ટી ફરીથી તેમની સાથે હાથ મળવવા અંગે વિચારી શકે છે.

પટનામાં પત્રકારોએ શરદ યાદવને પૂછ્યું હતું કે જો અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે તો શું તે એનડીએમાં પરત પાછા ફરશે, તેના જવાબમાં શરદ યાદવે કહ્યું હતું કે આ કાલ્પિક પ્રશ્ન છે તમે તેમને જઇને (ભાજપ) પૂછો.

પરંતુ ભાજપાના બિહાર પ્રભારી ધમેન્દ્ર પ્રધાને એમ કહીને બધી જ સંભાવનાઓ પર પૂર્ણવિરામ લગાવી દિધું છે કે જેડીયૂનું એનડીએમાં પરત ફરવા અંગે કોઇ વિચાર થઇ શકે એમ નથી.

ધમેન્દ્ર પ્રધાન ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ, રાજીવ પ્રતાપ રુડી અને શાહનવાઝ હુસૈન સાથે પટનામાં હાજર હતા. મુખ્યમંત્રી નિતિશ કુમારે ભાજપના 11 મંત્રીઓને સસ્પેંદ કર્યા બાદ ભાજપા નેતૃત્વએ સોમવારે તેમને આગળની રણનિતિ તૈયાર કરવા માટે મોકલ્યા છે. તે મંગળવારે ત્યાં જ રહેશે. કારણ કે ભાજપાએ આ દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે જાહેર કરીને બિહાર બંધનું આયોજન કર્યું છે.

ધમેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે અમારે શરદ યાદવ પાસેથી કોઇ સર્ટિફિકેટ લેવાની જરૂરિયાત નથી. અડવાણીજી અમારા ટોચના નેતા છે. શરદ યાદવે ભાજપના આંતરિક મુદ્દાઓમાં કોઇ સલાહ આપવાની જરૂરિયાત નથી.

English summary
A day after his party, the JD(U) ended a 17-year alliance with the BJP, party president Sharad Yadav listed the terms for a possible reconciliation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X