For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકાનો ઇન્દિરા ગાંધી જેવો દેખાવ ચૂંટણીમાં પ્રભાવ પાડી શકશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓક્ટોબર : લોકસભા ચૂંટણી 2014 આવી રહી છે અને કોંગ્રેસમાં ફરી ગાંધી પરિવારના સંતાનોને રાજકારણમાં સક્રિય બનાવવાની અટકળો તેજ થઇ ગઇ છે. તાજેતરમાં જ કોંગ્રેસના કાર્યકરોએ દરખાસ્ત પસાર કરી હતી કે પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં આવેલી લોકસભાની ફુલપુરની બેઠક માટે ટિકીટ આપીને ચૂંટણી લડાવવી જોઇએ. તેમના આગમનથી કોંગ્રેસ પાર્ટીને વધારે મજબૂતી અને વધારે જનસમર્થન મળશે. આ સાથે પ્રિયંકા ગાંધીના પ્રચાર અંગેની પણ વિવિધ અટકળો ચગી હતી. પ્રશ્ન એ છે કે ઇન્દિરા ગાંધીની યાદ અપાવની પ્રિયંકા ગાંધીની લૂક અને ઇમેજ લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસ માટે મતોની ખાણ બની શકે એમ છે? આ અંગે પાર્ટીમાં ચાલી રહેલા કેટલાક મતમતાંતરો અને વિચારો આ મુજબ છે...

ઇન્દિરાનો પડછાયો બની શકશે પ્રિયંકા?

ઇન્દિરાનો પડછાયો બની શકશે પ્રિયંકા?


પ્રિયંકા ગાંધીનો લૂક એટલે કે દેખાવ તો તેમના દાદી ઇન્દિરા ગાંધી જેવો જ છે. પણ તેમની સ્ટાઇલ ઓફ વર્કિંગ કેવી હશે તેનો અંદાજો લગાવવો અત્યારે શક્ય નથી. વળી તેમની આ ઇમેજ પાર્ટી માટે કેટલો લાભદાયક રહે એ પણ મોટો પ્રશ્ન છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં અમેઠી અને રાયબરેલી બેઠકો માટે જ તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે.

પ્રિયંકાના આગમનથી પાર્ટી મજબૂત બનશે

પ્રિયંકાના આગમનથી પાર્ટી મજબૂત બનશે


કોંગ્રેસના આંતરિક સૂત્રો જણાવે છે કે પાર્ટીમાં આ અંગે ચર્ચા ચાલી રહી છે કારણ કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી નબળી પડી રહી છે. જો પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં જોડાય તો પાર્ટીને જોરદાર બૂસ્ટ મળી શકે એમ છે.

રાહુલની નિષ્ફળતા સાબિત થશે

રાહુલની નિષ્ફળતા સાબિત થશે


પાર્ટીમાં બીજો એક પક્ષ એવું પણ કહી રહ્યો છે કે પાર્ટીના ઉપાધ્યક્ષ બને રાહુલ ગાંધીને એક જ વર્ષ થયું છે ત્યારે પ્રિયંકાની એન્ટ્રીથી રાહુલ ગાંધી નિષ્ફળ ગયા છે તેવું સાબિત થઇ શકે છે. આ બાબત પાર્ટી તેમજ પ્રિયંકા બંનેમાંથી એકને પણ સ્વીકાર્ય નહીં હોય.

હવે રાહુલ પર કાર્યકરોને ભરોસો નથી

હવે રાહુલ પર કાર્યકરોને ભરોસો નથી


પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડવા માટે તૈયાર કરવાની કોંગ્રેસના કાર્યકરોની માંગણી એ પણ સૂચવે છે કે કાર્યકરોને રાહુલમાંથી ભરોસો ઉઠી ગયો છે જેના કારણે તેઓ હવે પ્રિયંકા પર દાવ લગાવીને ચૂંટણીમાં સફળતા મેળવવા માંગે છે.

પ્રિયંકા મુદ્દે કોંગ્રેસ કેમ મૌન?

પ્રિયંકા મુદ્દે કોંગ્રેસ કેમ મૌન?


પ્રિયંકા ગાંધી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડીને સક્રિય રાજકીય જીવનમાં પ્રવેશ મળશે તે મુદ્દો આજનો નથી. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીઓથી આ મુદ્દો ઉઠતો રહ્યો છે. આ વખતે પણ આ ભૂત ફરી ધૂણ્યું છે પણ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આ મુદ્દે એક પણ શબ્દનો ફોડ પાડવામાં આવી રહ્યો નથી.

પીએમ ઇન વેઇટિંગ?

પીએમ ઇન વેઇટિંગ?


આ પરથી એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે જો પાર્ટી પ્રિયંકાને ચૂંટણી લડાવવાનો નિર્ણય લેશે તો રાહુલ ગાંધીનું પત્તું કપાઇને પ્રિયંકા ગાંધી પીએમ ઇન વેઇટિંગ બનશે?

જુની યાદો

જુની યાદો

દાદી ઇન્દિરા ગાંધી સાથે રમતા પ્રિયંકા ગાંધી

English summary
Will Indira Gandhi look help Priyanka Gandhi in Lok Sabha Election 2014?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X