મહારાષ્ટ્ર-હરિયાણામાં ભાજપે રેલીઓ કરવામાં બાજી મારી, શું મોદીનો જાદૂ ચાલશે?
નવી દિલ્હી, 14 ઓક્ટોબર: મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી પ્રચાર પુરો થઇ ચૂક્યો છે. આ દરમિયાન બધી પાર્ટીઓએ લોકોના દિલમાં જગ્યા બનાવવા માટે પોતાના તરફથી કોઇ કસર છોડી નથી.
નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં અને હરિયાણામાં 10 રેલીઓ કરી એટલે કે કુલ 37 રેલીઓ વડાપ્રધાને કરી. આ ઉપરાંત ભાજપના અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રમાં 20 અને હરિયાણામાં 20 એટલે કે 40 રેલીઓ કરી.
ગૃહ મંત્રી રાજનાથ સિંહે મહારાષ્ટ્રમાં 12 રેલીઓ કરી. નિતિન ગડકરીએ 104 રેલીઓ કરી, કુલ મળીને મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપે 715 રેલીઓ કરી. ભાજપની રેલીઓના મુકાબલે કોંગ્રેસ ખૂબ નબળી જોવા મળી. મોટા નેતા ચૂંટણી પ્રચારના મેદાનથી લગભગ ગાયબ રહ્યાં. તમે આ વાતથી અંદાજો લગાવી શકો છો કે હરિયાણામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફક્ત 3 રેલીઓ કરી જ્યારે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 4 રેલીઓ કરી.
ચૂંટણીમાં કયા મુદ્દાઓની બોલબાલા રહી તે જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

વિકાસ અને ભ્રષ્ટાચારના નામ પર વોટ
જ્યાં નરેન્દ્ર મોદીએ 60 દિવસ વર્સીસ 60 વર્ષનો નારો આપ્યો તો બીજી તરફ સોનિયા ગાંધીએ કહ્યું કે વધુ બોલવાવાળા કશું કરતા નથી. આ સાથે જ ભ્રષ્ટાચારના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ-એનસીપી પર ખૂબ પ્રહાર કર્યા.

વોટ માટે જુબાની જંગ
આ ચૂંટણીમાં જુબાની જંગ પણ ખૂબ તેજ થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેનાને ઇશારા-ઇશારામાં ગુંડાઓની પાર્ટી કહ્યું તો ઉદ્ધવ ઠાકરેએ અફજલ ખાન સાથે તેમની તુલના કરી.

પાકિસ્તાનની હરકત પર વોટ
મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી તો વિધાનસભાની છે પરંતુ મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય સ્તરના ઉછળ્યા. ખાસકરીને પાકિસ્તાનની હરકતને લઇને વિરોધીઓએ પીએમ મોદી પર ખૂબ પ્રહાર કર્યા.

જનતા જનાર્દન કોને આર્શીવાદ આપે છે?
જો કે હવે પ્રચાર પુરો થઇ ગયો છે. 15 ઓક્ટોબરના રોજ વોટિંગ અને 19 ઓક્ટોબરના રોજ પરિણામ આવશે. 19 ઓક્ટોબરના રોજ આ પ્રશ્નનો જવાબ મળી જશે કે જનતા જનાર્દન કોને આર્શીવાદ આપે છે?












Click it and Unblock the Notifications
