For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલમાં ચૂંટણી લોકલ મુદ્દે થશે કે પીએમ મોદીના નામે? જાણો લેટેસ્ટ સી-વોટર સર્વે!

હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂ્ંટણીને લઈને રાજનીતિ તેજ છે. હિમાચલમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે ત્યારે હવે સી-વોટરનો લેટેસ્ટ સર્વે સામે આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂ્ંટણીને લઈને રાજનીતિ તેજ છે. હિમાચલમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે ત્યારે હવે સી-વોટરનો લેટેસ્ટ સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં મતદાતાઓને પુછવામાં આવ્યુ હતું કે, તેઓ ચૂંટણીમાં લોકલ મુદ્દાઓને લઈને વોટ આપશે કે પછી પીએમ મોદીના નામે. અહીં તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશની તમામ 68 બેઠકો પર 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. હિમાચલમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

vote

હિમાચલમાં હાલ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે હવે સી-વોટરનો લેટેસ્ટ સર્વે સામે આવ્યો છે. એબીપી અને સી-વોટરના આ સર્વેમાં સવાલના ચોંકાવનારા જવાબો મળ્યા છે. સર્વેમાં પુછાયુ હતું કે, હિમાચલ પ્રદેશના લોકો પીએમ મોદીના નામ પર વોટ કરશે કે સ્થાનિક મુદ્દાઓ પર? આ સવાલના જવાબમાં 43 ટકા લોકોએ કહ્યું કે ચૂંટણીમાં પીએમ મોદીના નામ પર વોટ કરશે. 57 ટકા લોકોનું માનવું છે કે આ વખતે રાજ્યના સ્થાનિક મુદ્દાઓ પર વોટ આપવામાં આવશે.

હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. અહીં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. હિમાચલમાં સત્તાધારી પક્ષ સત્તામાં મોટા ભાગે પાછો ફરતો નથી. હિમાચલમાં 55,07,261 મતદારો છે. જેમાં 27,80,208 પુરૂષ અને 27,27,016 મહિલા મતદારો છે. તેમાંથી 1,86,681 મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. આ તમામ 18 થી 19 વર્ષની વયજૂથના છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપે 68 સભ્યોની વિધાનસભામાં 44 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ 21 બેઠકો જીતવામાં સફળ રહી હતી. હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

English summary
Will the election in Himachal be on local issues or in the name of PM Modi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X