For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે ભારત આવી રહ્યા છે વિંગ કમાન્ડર, ઈંતેજાર ખતમ થયો

પાકિસ્તાન શુક્રવારે ઇન્ડિયન એરફોર્સ વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પાછો મોકલશે. સૂત્રો અનુસાર વાયુસેનાનું એક પ્રતિનિધિમંડળ આજે કમાન્ડર અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર જશે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન શુક્રવારે ઇન્ડિયન એરફોર્સ વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પાછો મોકલશે. સૂત્રો અનુસાર વાયુસેનાનું એક પ્રતિનિધિમંડળ આજે કમાન્ડર અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર જશે. ભારત ઘ્વારા લેવામાં આવેલા સખત પગલાં પછી પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને વિંગ કમાન્ડર અભિનંદનને પાછા મોકલવાની વાત કહી. અભિનંદનના માતાપિતા પણ વાઘા બોર્ડર પર હાજર રહેશે. તેઓ મોડી રતારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા અને બધા લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ પહેલા પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશીએ અભિનંદનને આઝાદ કરવા માટે ભારત સામે શરત રાખી હતી. પરંતુ ભારત સરકારે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવાની ના પાડી હતી.

Abhinandan Varthaman

Newest First Oldest First
9:48 PM, 1 Mar

પાકિસ્તાની રેન્જર્સે બીએસએફને સોંપી દીધા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન.
9:26 PM, 1 Mar

પાકિસ્તાને ફરી એકવાર વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પરત મોકલવાનો સમય બદલ્યો. આ વખતે તેમણે 9 વાગ્યે અભિનંદનને ભારતને સોંપવાની વાત કહી છે. રક્ષામંત્રી સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે.
5:15 PM, 1 Mar

પાકિસ્તાની રેંજર્સ અભિનંદનને બીએસએફને સોંપશે, બીએસએફ તેમને ભારતીય વાયુસેનાને સોંપશે.
5:14 PM, 1 Mar

અટારી બોર્ડરથી વાયુસેનાના અધિકારીઓ અભિનંદનને અમૃતસર લઈને જશે, અટારી બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી
5:11 PM, 1 Mar

ભારતીય વાયુસેનાને સોંપ્યા પછી અભિનંદનનો મેડિકલ ટેસ્ટ થશે: સૂત્ર
5:11 PM, 1 Mar

થોડા જ સમયમાં અભિનંદનની વાપસી થશે, વિંગ કમાન્ડર અભિનંદનની એક ઝલક મેળવવા માટે જનસેલાબ ઉમટ્યો
2:37 PM, 1 Mar

વાઘા બોર્ડર પર આજે થનારી બીટિંગ રિટ્રીટ કેન્સલ
2:36 PM, 1 Mar

આજે અભિનંદન સ્વદેશ આવશે, બોર્ડર પર એરફોર્સના અધિકારીઓ હાજર રહેશે. મોટી સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
1:09 PM, 1 Mar

વિંગ કમાન્ડર અભિનંદનની આઝાદી પર ચેન્નાઈના મંદિરમાં હોમગાર્ડ્સ ઘ્વારા પૂજાનું આયોજન કરવામાં આવ્યું.
12:03 PM, 1 Mar

વિંગ કમાન્ડર અભિનંદન આજે બપોરે સ્વદેશ આવશે, પાકિસ્તાન વિદેશ મંત્રાલયે જાણકારી આપી
11:57 AM, 1 Mar

અભિનંદનના પાછા આવવાની બધી જ કાગળી કાર્યવાહી પુરી કરવામાં આવી, આજે અભિનંદન ભારત આવશે.
11:56 AM, 1 Mar

અભિનંદનના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.
11:55 AM, 1 Mar

અભિનંદનના પાછા આવવા પર કેપ્ટન અમરિન્દર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ખુબ જ ખુશ છે, તેમને અભિનંદન ના આઝાદ થવાની પહેલા જ માંગ કરી હતી. તેમને કહ્યું કે તેઓ અભિનંદનના સ્વાગત માટે તૈયાર છે.
11:53 AM, 1 Mar

ઇમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં કહ્યું હતું કે તેઓ વિંગ કમાન્ડર અભિનંદનને શુક્રવારે ભારતને સોંપી દેશે

English summary
Wing Commander Abhinandan Varthaman to return via Wagah Border live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X