For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં ઠંડીએ તોડ્યો 22 વર્ષનો રેકોર્ડ, હજુ વધશે ઠંડી, શાળા બંધ કરવાનો આદેશ

દિલ્લી-એનસીઆર સહિત આખુ ઉત્તર ભારત ઠંડીની પ્રકોપમાં છે. દિલ્લીમાં બુધવારે મહત્તમ તાપમાને છેલ્લા 22 વર્ષોનો રેકોર્ડ તોડી દીધો.

|
Google Oneindia Gujarati News

દિલ્લી-એનસીઆર સહિત આખુ ઉત્તર ભારત ઠંડીની પ્રકોપમાં છે. દિલ્લીની શીત લહેરનો પ્રકોપ ઘટી નથી રહ્યો. હાડ ધ્રૂજાવી દે તેવી ઠંડીથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્લીમાં બુધવારે મહત્તમ તાપમાને છેલ્લા 22 વર્ષોનો રેકોર્ડ તોડી દીધો. જ્યારે 27 વર્ષોનુ આ બીજુ સૌથી ઓછુતાપમાન રહ્યુ છે. તાપમાનમાં ઘટાડાનો દોર ચાલુ છે. વળી, શીત લહરથી ઠંડી વધી ગઈ છે.

22 વર્ષોમાં સૌથી ઠંડુ દિલ્લી

22 વર્ષોમાં સૌથી ઠંડુ દિલ્લી

દિલ્લીમાં બુધવારે મહત્તમ તાપમાન 12.2 ડિગ્રી રહ્યુ. દિલ્લીના આ તાપમાને 22 વર્ષોને રેકોર્ડ તોડી દીધો. શીત લહેરના કારણે ઠંડીથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજધાનીનુ તાપમાન હાલમાં ઘણી પહાડી વિસ્તારોથી પણ ઓછુ થઈ ગયુ છે. દિલ્લીમાં નજફગઢ દિવસના સમયે ઠંડુ બની રહ્યુ. અહીંનુ મહત્તમ તાપમાન માત્ર 11.1 ડિગ્રી રહ્યુ. જ્યારે પૂસાનુ તાપમાન 11.7 ડિગ્રી રહ્યુ. ડિસેમ્બરમાં દિલ્લીના આ તાપમાને 22 વર્ષોને રેકોર્ડ તોડી દીધો. આ પહેલા 28 ડિસેમ્બર 1997ના રોજ રાજધાનીનુ તાપમાન 11.3 ડિગ્રી રહ્યુ હતુ જે સૌથી ઓછુ હતુ. ત્યારબાદ વર્ષ 1992થી ડિસેમ્બરમાં રાજધાનીનુ તાપમાન આટલુ નીચે ગયુ હતુ.

હજુ નહિ મળે રાહત

હજુ નહિ મળે રાહત

તમને જણાવી દઈએ કે હજુ લોકોને ઠંડીથી રાહત મળવાની આશા નથી. હવામાન વિભાગે મુજબ આગામી થોડા દિવસો સુધી અહીં આ જ સ્થિતિ જળવાઈ રહેવાની આશા છે. વેસ્ટર્ન હિમાલયના વિસ્તારમાંથી બર્ફીલી હવાઓ દિલ્લી પહોંચી રહી છઠે. જેના કારણે રાજધાનીમાં ગલનની સ્થિતિ બની ગઈ છે. વળી, વાદળના કારણે તડકો નીકળી શકતો નથી. આ સ્થિતિ હજુ બગડવાની સંભાવના છે. હવામાન વિભાગની માનીએ તો શુક્રવારે રાજધાનીમાં હળવો વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Jaipur Bomb Blast: જયપુર સિરિયલ કેસમાં આજમગઢના ચાર આતંકી દોષીઆ પણ વાંચોઃ Jaipur Bomb Blast: જયપુર સિરિયલ કેસમાં આજમગઢના ચાર આતંકી દોષી

શાળાઓ બંધ કરવાનો આદેશ

શાળાઓ બંધ કરવાનો આદેશ

હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી ઠંડીમાં રાહત ન મળવાની સંભાના વ્યક્ત કરી છે. ગુરુવારે તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 20 અને 21 ડિસેમ્બરે હળવો વરસાદ થવાના અણસાર છે. વરસાદ બાદ 22 અને 23 ડિસેમ્બરને લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો આવી શકે છે. શીતલહેરના પ્રકોપના કારણે શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

English summary
Winter breaks 22-year record in Delhi, winter will increase further, order to close schools
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X