ચીને બોર્ડર પર ઉતાર્યા ટેન્ક, તો ભારતે પાણીમાં દેખાડી તાકાત

Posted By:
Subscribe to Oneindia News

ચીન ગત બે અઠવાડિયાથી ભારતને ચેતવણી પર ચેતવણી આપી રહ્યું છે. ક્યારેક યુદ્ધની ધમકી આપે છે કે ક્યારેક પંચશીલ સમજૂતીની વાત કરે છે. તો બીજી તરફ ચીની થિંક ટેક દિવસ રાત ખાલી ભારત અંગે આર્ટીકલ લખી રહ્યું છે. તે તમામની વચ્ચે ગુરુવારે ચીની સેનાએ તિબ્બતમાં પોતાના હાઇટેક ટેંક ઉતારીને જોરદાર યુદ્ધઅભ્યાસ શરૂ કરી દીધો. તો બીજી તરફ ભારતે શાંતિ જાળવી રાખી હતી. પણ તે પછી આજથી ભારત, જાપાન અને અમેરિકી સેનાએ માલાબારમાં સંયુક્ત અભ્યાસ શરૂ કર્યો છે. આ યુદ્ધ અભ્યાસ આજથી 17 જુલાઇ સુધી ચાલશે. એટલું જ નહીં 1992થી તે નિયમિત રૂપે આ વાર્ષિક અભ્યાસ કરે છે.

navy

પણ આ વખતના સૈન્ય અભ્યાસને સૌથી મોટો સૈન્ય અભ્યાસ માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પહેલી વાર તેવું થશે કે ત્રણ એરક્રાફ્ટ આ અભિયાનનો ભાગ બનશે. તેમાં અમેરિકાનો નિમિત્ઝ, ભારતનું આઇએનએસ વિક્રમઆદિત્ય અને જાપાનનું ઇઝૂમો એરક્રાફ્ટ સામેલ છે. જો કે માલાબારમાં થનાર આ સૈન્ય અભ્યાસથી ચીન કદી નથી ગમ્યો. પણ આ અભ્યાસથી પ્રશાંત મહાસાગરમાં ભારતનું પ્રભુત્વ વધારશે.

English summary
With an eye on China, Malabar naval exercise to feature largest warships of India, US, Japan.
Please Wait while comments are loading...