For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''જો ભગત સિંહ ના હોત તો અધુરી રહેતી આઝાદીની ગાથા''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 23 માર્ચ: ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં શહિદે આજમ ભગત સિંહ એક એવું નામ છે જેના વિના કદાચ આઝાદીની કથા અધૂરી રહેતી. તે ફક્ત યુવાનોમાં જ નહી પરંતુ ઘરડાં અને બાળકોના પણ આદર્શ રહ્યાં હતા. લાહોર સેન્ટ્રલ જેલમાં તેમના દ્રારા લખવામાં આવેલી 400 પાનાની ડાયરી તેમના વિહંગમ વ્યક્તિત્વની વાર્તા છે. તે લેખકો, રચનાકારો, ઇતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે.

bhagat singh

ભગત સિંહને જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ચમનલાલ ક્રાંતિવીર સાથે જ વૈચારિક ક્રાંતિના પુરોધા ભી માનવામાં આવે છે. તેમનું કહેવું છે કે માત્ર 23 વર્ષની ઉંમરમાં શહીદ થનાર આ યુવાન વિના કદાચ આઝાદીની કથા અધૂરી કહેવાતી. ચમનલાલે પોતાના પુસ્તક,આં 'ક્રાંતિવીર ભગત સિંહ (અભ્યુદય અને ભવિષ્ય'માં શહીદ-એ-આઝમના વિહંગમ વ્યક્તિત્વ, કર્તવ્ય અને તેમની લોકપ્રિયતાનું વ્યાપક વર્ણન કર્યું છે.

તેમનું કહેવું છે કે જો ભગતસિંહ ના હોત તો કદાચ આજે દેશ માટે આવો કોઇ આદર્શ ના હોત, જેને વૈચારિક ક્રાંતિના દમ પર એવા શાસનના પાયા ડગમગાવી દિધા જેનું સામ્રાજ્ય દુનિયાભરમાં ફેલાયેલું હતું. તેમને જણાવ્યું હતું કે 23 માર્ચ 1993ના રોજ ભગતસિંહને ફાંસી આપ્યા બાદ ભારતનું પત્રકારત્વ જગત તેમના સંબંધિત સમાચારમાં રચ્યું પચ્યું રહેતું હતું. શહીદ-એ-આજમની જીવનકથા લખવા માટે જિતેન્દ્રનાથ સાન્યાલને ગોરાઓએ બે વર્ષની સજા સંભળાવી હતી.

ચમનલાલના અનુસાર ભગતસિંહે ક્રાંતિવીરના રૂપમાં દુનિયાના માનસપટલ પર પોતાની છાપ છોડી દિધી, તો પત્રકારના રૂપમાં તેમને પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી હતી. તેમને કહ્યું હતું કે અલીગઢના શાદીપુર ગામમાં આવેલી સ્કુલ આજે એ વાતનો પુરાવો છે કે દેશ માટે શહીદી વહોરનાર નવયુવાન એક કુશળ શિક્ષક હતો. સમાજશાસ્ત્રી સ્વર્ણ સહગલના અનુસારા ભગત સિંહ માટે ક્રાંતિનો અર્થ હિંસા નહી, પરંતુ વૈચારિક પરિવર્તન સાથે હતો. બહેરાઓને સાંભળાવવા માટે સેન્ટ્રલ એસેમ્બલીમાં ધડાકો કરી તે દુશ્મનોને તે ભાષામાં જવાબ આપનાર યોદ્ધાના રૂપમાં જોવા મળે છે. લાલા લજપત રાયના અવસાન બાદ બદલો લેવા માટે સાંડર્સને ગોળીથી ઉડાવી મારવો તેમની શૂરવીરતાનું પ્રતિક હતું.

તેમને કહ્યું હતું કે ભગત સિંહની આ ડાયરીમાં જ્યાં વૈચારિક તોફાન જોવા મળે છે તો તેમના દ્રારા લખવામાં આવેલ ગણિત અને રાજકારણના સૂત્ર તેમના વ્યક્તિત્વની વિશાળતા દર્શાવે છે. યાદવિંદરના અનુસાર તેમના દાદા દ્રારા જેલમાં કરવામાં આવેલી લાંબી ભૂખ હડતાળ તેમની દ્રઢ ઇચ્છાશક્તિનું પ્રતિક હતું. જે યુવાનોને દેશ માટે પોતાની અંદર શક્તિ પેદા કરવાની શિખામણ આપે છે.

English summary
March 23, mention the date and majority of us will not be able to tell the significance of the day while a few may correlate it with the Earth Hour that is celebrated across the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X