For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશઃ મહિલાએ આપ્યો રેકોર્ડબ્રેક 10 બાળકોને જન્મ

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 16 ડિસેમ્બરઃ મધ્ય પ્રદેશના રીવા જિલ્લાની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ ખાતે 28 વર્ષીય અંજૂ કુશવાહાએ એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો. જેમાંથી એકપણ બાળક જીવત રહ્યું નથી. સતના જિલ્લાના કોટી ગામની રહેવાસી અંજૂએ રસ્તામાં નવ અને હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો. ડોક્ટર્સે કહ્યું કે, ભારતીય ચિકિત્સાના ઇતિહાસમાં આ એક રેકોર્ડ છે. આ પહેલા 1971માં રોમના એક ડોક્ટર્સે મહિલાના ગર્ભમાંથી 15 બાળકોને બહાર કાઢવાનો દાવો કર્યો હતો.

birth-of-a-child
હોસ્પિટલના આસિસ્ટેન્ટ સુપર ઇન્ટેન્ડેન્ટ ડોક્ટર એસ કે પાઠકે જણાવ્યું કે રાત્રે 11 વાગ્યે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેણે 12.31 મીનિટે 10માં બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે રસ્તામાં જન્મેલા અન્ય નવ બાળકોને તેનો પતિ સંજય કપડામાં લપેટીને લાવ્યો હતો, આ તમામ ભ્રૂણ 12 અઠવાડિયાના જ હતા. ડોક્ટર્સે આ ઘટના પર રિસર્ચ પેપર તૈયાર કરવા માટે કહ્યું છે.

આ અંગે મહારાજા યશવંત રાવ હોસ્પિટલની સ્ત્રીયોગ વિશેષજ્ઞ ડોક્ટર સુમિત્રા યાદવે કહ્યું છે કે, આઇવીએફ બાદ સતત તપાસ નહીં થવાના કારણે આ પ્રકારની ઘટના આવે છે, જેમા સેલેક્ટિવ ટર્મિનેશન ટેક્નિકનો પ્રયોગ કરી ઓછામાં ઓછા ત્રણ બાળકો બચાવી શકાયા હોત. જોકે, આવા કેસમાં ગર્ભપાત અથવા જીવનપર્યત વિક્લાંગતાની સંભાવનાઓ રહે છે.

મધ્ય પ્રદેશમાં આ પ્રકારની પહેલી ઘટના છે, રિસર્ચ પેપર્સ અનુસાર 1971માં રોમના એક ડોક્ટર્સે 35 વર્ષિય મહિલાના ગર્ભમાંથી 15 બચ્ચોને બહાર કાઢ્યાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત 1999માં મલેશિયાની એક મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યા હતા, જોકે આ કેસમાં પણ બાળકો મૃત જનમ્યાં હતા.

English summary
A woman gave birth to 10 dead babies in Sanjay Gandhi Memorial hospital in Rewa district in Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X