For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરરોજ તે જ ATM માં જતી હતી મહિલા જ્યાં થઇ હતી લૂંટ, લૂંટનાર 17 દિવસ પછી પકડાઈ ગયો

એક મહિલાએ 17 દિવસ પછી એ માણસને પકડી લીધો જેણે મદદ કરવાના બહાને છેતરપિંડીની ઘટનાને અંજામ આપ્યો હતો.

|
Google Oneindia Gujarati News

એક મહિલાએ 17 દિવસ પછી એ માણસને પકડી લીધો જેણે મદદ કરવાના બહાને છેતરપિંડીની ઘટનાને અંજામ આપ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે આ ચોરએ મહિલા સાથે 10 હાજર રૂપિયાની છેતરપિંડી કરી હતી. વાસ્તવમાં આરોપીએ મહિલાની મદદ કરવાના બહાને કાર્ડની વિગતો મેળવી હતી અને તેણે એકાઉન્ટમાંથી 10,000 રૂપિયા ઉપાડી લીધા હતા. છેતરપિંડીનો શિકાર બનેલી 35 વર્ષની મહિલાએ તેને પકડવા માટે એક યોજના બનાવી.

આ પણ વાંચો: Paytm યુઝર્સ માટે ખુશખબર, વૉલેટમાં બેલેન્સ વિના કરી શકો છો 60000 રૂપિયાની ખરીદી

મદદ કરવાના બહાને કાર્ડની વિગતો જાણી લીધી

મદદ કરવાના બહાને કાર્ડની વિગતો જાણી લીધી

રેહાના શેખ નામની મહિલાએ પોલીસને જણાવ્યું કે 18 ડિસેમ્બર ના રોજ તે પાલી હિલ સ્થિત પોતાની ઓફિસ જવા માટે ટ્રેનમાંથી ઉતરી હતી. આ પછી બાન્દ્રા સ્ટેશન પહોંચી અને પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ કારણોસર પૈસા બહાર નીકળતા ન હતા. તે સમયે નજીક ઉભેલો આરોપી ભુપેન્દ્ર મિશ્રાએ મદદ કરવા માટે કહ્યું. તેને મદદ કરવાના બહાને કાર્ડની વિગતો જાણી લીધી.

'10 હજાર રૂપિયા એટીએમમાંથી ઉપાડ્યા'

'10 હજાર રૂપિયા એટીએમમાંથી ઉપાડ્યા'

મહિલા તે સમયે પૈસા ના ઉપાડી શકી અને તે તેના ઓફિસ જતી રહી. પરંતુ જ્યારે તે તેની ઓફિસમાં પહોંચી ત્યારે 10 હજાર રૂપિયા ઉપાડી લીધા હોવાનો મેસેજ ફોન પર આવ્યો. મહિલાએ આરોપીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કઈ જાણવા ન મળ્યું. પછી તે મહિલાએ આરોપીને પકડવાની યોજના બનાવી.

મહિલા દરરોજ એટીએમ પર ચક્કર લગાવવા લાગી અને એક દિવસ મળી ગયો આરોપી

મહિલા દરરોજ એટીએમ પર ચક્કર લગાવવા લાગી અને એક દિવસ મળી ગયો આરોપી

મહિલા દરરોજ એટીએમના ચક્કર લગાવવા લાગી, તેણીએ એટીએમના ઘણા ચક્કર લગાવ્યા. પરંતુ તેને સફળતા મળી ન હતી. 17 દિવસ પછી 4 જાન્યુઆરીના રોજ લગભગ રાતના 11 વાગ્યા પછી, તેણે આરોપીને એટીએમની બહાર જોયો. ત્યારબાદ મહિલાએ આરોપીને પકડ્યો અને પોલીસને સોંપી દીધો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પર સાત કેસ પહેલાથી જ નોંધાયેલા છે.

English summary
woman visits same ATM for 17 days, catches conman who duped her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X