For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ ગેંગરેપ બાદ બેંગ્લોર મેટ્રોનું એલાન, મહિલાઓ આ હથિયાર સાથે રાખી શકશે

હૈદરાબાદ ગેંગરેપ બાદ બેંગ્લોર મેટ્રોનું એલાન, મહિલાઓ આ હથિયાર સાથે રાખી શકશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હૈદરાબાદમાં મહિલા પશુ ચિકિત્સક સાથે થયેલ હેવાનિયત બાદ દેશભરમાંથી પીડિતાને ન્યાય અપાવવાની માંગ ઉઠી રહી છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સોશિયલ મીડિયા પર આોપીઓને ફાંસી પર ચઢાવવાની માગ કરી રહ્યા છે. આ દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલ ઉઠવા લાગ્યા છે, યુવતીઓ સરકારને સવાલ કરી રહી છે કે, શું તેઓ આ દેશમાં સુરક્ષિત છે? હૈદરાબાદ હેવાનિયતને જોતા બેંગ્લોર મેટ્રોએ મહિલાઓ માટે મંગળવારે મોટું એલાન કર્યું છે.

મહિલાઓ આ હથિયાર સાથે રાખી શકશે

મહિલાઓ આ હથિયાર સાથે રાખી શકશે

મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં બેંગ્લોર મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડે(BMERCL) મહિલાઓને આત્મરક્ષા માટે મેટ્રો ટ્રેનમાં પેપર સ્પ્રે સાથે લઈ જવાની મંજૂરી આપવાનો ફેસલો લીધો છે. BMERCLના આ ફેસલાથી શહેરમાં સફર કરતી મહિલાઓને હિમ્મત જરૂર મળશે. મીડિયા સાથે વાત કરતા BMERCLના મુખ્ય પીઆરઓ બી એલ યશવંત ચૌહાણે પુષ્ટી કરી કે મેટ્રો સ્ટેશનો પર સુરક્ષા કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ સોમવારથી બોર્ડની ગાડીઓમાં પેપર સ્પ્રે સાથે મહિલાઓને જવા દેવામાં આવે.

સુરક્ષાકર્મીઓએ જાણકારી આપી

સુરક્ષાકર્મીઓએ જાણકારી આપી

બી એલ યશવંત ચૌહાણે જણાવ્યું કે એક મેટ્રો સ્ટેશન પર સુરક્ષાકર્મીએ મહિલાઓને પેપર સ્પ્રે સાથે પ્રવેશવાની મંજૂરી નથી આપી. માહિતી મળતા જ અમારા તમામ સુરક્ષા કર્મચારીઓને એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે કે મહિલાઓને અત્યારથી જ પેપર સ્પ્રે સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવે. ઉલ્લેખનીય ચે કે હૈદરાબાદમાં થયેલ ગેંગરેપ અને હત્યાએ ફરી એકવાર 7 વર્ષ પહેલા થયેલ નિર્ભયા કાંડની યાદ તાજા કરાવી દીધી છે. આ મામલાને લઈ દેશમાં ભારે ગુસ્સો છે અને આરોપીઓને આકરામાં આકરી સજાની માગ કરવામાં આવી રહી છે.

વકીલોનું કેસ ના લડવાનું એલાન

વકીલોનું કેસ ના લડવાનું એલાન

રંગારેડ્ડી જિલ્લાના વકીલોએ એલાન કરી દીધું છે કે આ ચારેય આરોપીઓનો કેસ કોઈ નહિ લડે. આ મામલે જેલના એક અધિકારીએ કહ્યું કે બાકી કેદીઓની જેમ આ આરોપીઓ પણ કાનૂની મદદ માગી શકે છે. તેમની ભલામણ ડીએલએસએ એડવોકેટને સોંપવામાં આવશે અને તેઓ આરોપીઓને જેલમાં મળશે. જેલમાં ચારેયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આકરી દેખરેખ રાખવામાં આવી રહી છે.

હૈદરાબાદ ગેંગરેપઃ પીડિતા વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ કરનાર શખ્સની અટકાયતહૈદરાબાદ ગેંગરેપઃ પીડિતા વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ કરનાર શખ્સની અટકાયત

English summary
women can travel in bangalore metro with pepper spray
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X