મુંબઇ ગેંગરેપના આરોપીઓ પર કોર્ટમાં ફેંકાયા ઇંડા!

મુંબઇ, 30 ઑગસ્ટ : મુંબઇ ગેંગરેપના આરોપીઓ સામેનો ગુસ્સો શાંત થતો નથી દેખાઇ રહ્યો. આજે કોર્ટમાં આ આરોપીઓની હાજરી દરમિયાન મહિલા પ્રદર્શન કારીઓએ તેમની પર ઇંડાનો વરસાદ કર્યો. આરોપીઓની આજે કિલ્લા કોર્ટમાં હાજરી હતી, દરમિયાન આ ઘટના ઘટવા પામી હતી.

મહિલાઓએ તેમની સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને સખતમાં સખત સજા ફટકારવાની માંગ કરી. આ મહિલાઓ કોર્ટની બહાર ગેંગરેપના આરોપીઓનો વિરોધ કરવા માટે પોસ્ટરો લઇને ખડેપગે સૂત્રોચ્ચાર કરી રહી હતી.

mumbai gang rape
આ પાંચેય આરોપીઓએ 22 ઑગસ્ટના રોજ 23 વર્ષની ફોટો જર્નાલિસ્ટ સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. યુવતી પોતાના સહકર્મી સાથે મળીને મીલ કમ્પાઉન્ડમાં ફોટોગ્રાફી કરવા માટે ગઇ હતી. મુંબઇ પોલીસે આ કેસમાં આરોપીઓનો વધું એક મોબાઇ જપ્ત કર્યો છે.

આ ઉપરાંત પોલીસે આ પહેલા પણ એક આરોપી સલીમ અંસારી પાસેથી એક ફોન કબ્જે લીધો હતો, જેનાથી તેણે ગેંગરેપ દરમિયાન તસવીરો પણ લીધી હતી. બાદમાં તેણે આ તસવીરોને ડિલીટ કરી દીધી હતી. પોલીસ હવે ફોરેંસિક એક્સપર્ટની મદદથી તસવીરો પરત લાવવાનો પ્રયત્ન કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X