For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા દિવસ 2019: જેસલમેરમાં સીમા સુરક્ષા માટે તૈનાત છે મહિલા સૈનિકો

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત દીકરીઓ પણ છે.

|
Google Oneindia Gujarati News

8 માર્ચે સમગ્ર દુનિયા વિશ્વ મહિલા દિવસ મનાવી રહી છે. આ પ્રસંગે અડધી વસ્તીનું આ સત્ય એ પણ જાણી લો કે એ કોમળ છે પરંતુ કમજોર નથી. આ વાતનું ઉદાહરણ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત દીકરીઓ પણ છે. પાકને તેની દરેક નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે આ દીકરીઓ 24 કલાક તૈયાર રહે છે.

ભારત-પાક બોર્ડરની 471 કિમી સીમા જેસલમેરમાં

ભારત-પાક બોર્ડરની 471 કિમી સીમા જેસલમેરમાં

આમ પણ પુલવામા હુમલા અને એર સ્ટ્રાઈક બાદથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ છે. એવામાં રાજસ્થાનના 1037 કિલોમીટર લાંબા બોર્ડરમાંથી જેસલમેરના 471 કિલોમીટરમાં તૈનાત આ દીકરીઓની હિંમત એવી છે કે જો સરહદ પારથી હિંદુસ્તાનનો કોઈ પણ દુશ્મન ભૂલથી પણ સીમા ઓળંગી ગયો તો જીવતો પાછો નહિ જાય.

400 દીકરીઓ કરી રહી સીમાનું રક્ષણ

400 દીકરીઓ કરી રહી સીમાનું રક્ષણ

તમને જણાવી દઈએ કે સરહદી જિલ્લા જેસલમેરમાં ભારત-પાક બોર્ડરનું લગભગ 400 દીકરીઓ રક્ષણ કરી રહી છે. સીમા સુરક્ષાબળની આ મહિલા ફોર્સ રેતીના સમુદ્રમાં દુશ્મન બાજ નજરો રાખે છે. આ એટલી પ્રશિક્ષિત છે કે તેમની હાજરીમાં દુશ્મન ભારત તરફ આંખ ઉઠાવીને પણ જોઈ ન શકે. બોર્ડર પાર કરવાનું તો બહુ દૂરની વાત છે.

જિલ્લાની સુરક્ષા પણ મહિલાના હાથમાં

જિલ્લાની સુરક્ષા પણ મહિલાના હાથમાં

સરહદ અને પ્રવાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ જેસલમેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી પણ મહિલાના હાથમાં છે. હાલમાં જેસલમેરના એસપી કિરણ કંગ છે. તેમણે જેસલમેરના પોલિસ સુપ્રિટેન્ડન્ટ બનતા જ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહને આપીને બધા પોલિસ સ્ટેશનોમાં મહિલા પોલિસ કર્મીઓ પણ તૈનાત કર્યા છે.

રાજકારણમાં પણ નારી શક્તિ

રાજકારણમાં પણ નારી શક્તિ

વાત જો બોર્ડરની સુરક્ષા અને જિલ્લાની કાયદો અને વ્યવસ્થા ઉપરાંત રાજકારણના મેદાનમાં પણ નારી શક્તિ જોવા મળે છે. જેસલમેર જિલ્લા પ્રમુખના પદ પર અંજના મેઘવાળ આસીન છે. આ ઉપરાંત શહેરની પ્રથમ નાગરિક નગર પરિષદ સભાપતિ પદ પર કવિતા ખત્રી છે જે છેલ્લા ચાર વર્ષથી સભાપતિની જવાબદારી ખૂબ સુંદર રીતે નિભાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ અયોધ્યા મામલામાં મધ્યસ્થી પર આજે સુપ્રીમ કોર્ટનો ફેસલોઆ પણ વાંચોઃ અયોધ્યા મામલામાં મધ્યસ્થી પર આજે સુપ્રીમ કોર્ટનો ફેસલો

English summary
women soldiers on india pakistan Border in Jaisalmer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X