
'વધુ કલાક કામ કરનાર પી રહ્યાં છે હદથી વધુ સિગરેટ'
બેંગ્લોર: જેટલા કલાક કામ એટલી વધુ સિગરેટ. જી હાં એક રિપોર્ટ અનુસાર સિગરેટ પીનાર લોકો કામ કરવાના પોતાના કલાકો અનુસાર સિગરેટની સંખ્યા નક્કી કરી રહ્યાં છે અને ભયંકર કેન્સરનો શિકાર થઇ રહ્યાં છે. લંડનના બિઝનેસ સ્કુલ ઓફ ઇકોનોમિક્સમાં કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વે રિપોર્ટના અનુસાર જો કોઇ વ્યક્તિ ચાલીસ કલાકથી વધુ એક અઠવાડિયામાં કામ કરે છે અને તે સિગરેટ પીવે છે તો તેની સિગરેટ પીવાની આદતમાં વધારો થઇ રહ્યો છે. તેનો આધાર બનાવીને લોકોને સલાહ આપવામાં આવી છે કે તે જો સિગરેટ પીવાનું છોડવા ઇચ્છે છે તો અઠવાડિયામાં ચાલીસ કલાકથી વધુ કામ ન કરે.
વીસ હજાર લોકો પર શું કરવામાં આવ્યો સર્વે
આ સર્વે લંડનના વીસ હજાર લોકો વચ્ચે કરવામાં આવ્યો. આ વીસ હજાર લોકો તે હતા જેમને લગભગ વીસ વર્ષ પ્રોફેશનલ જીવનમાં સિગરેટ પીધી છે. આ લોકો પર સર્વે અનુસાર નિકળીને આવ્યું છે કે અઠવાડિયામાં ચાલીસ કલાક વધુ કામ કરનારાઓમાં સિગરેટ પીવાની ટેવ વધવાની સંભાવના વધી જાય છે.
લોકોને આપવામાં આવેલી ચેતાવણી
પ્રો. એંડી ચાર્લવૂડના નિર્દેશન આ શોધ કરવામાં આવ્યું છે. શોધકર્તાની ટીમે જણાવ્યું હતું કે વધુ-વધુ કલાકો કામ કરનાર લોકો સિગરેટ પીવાથી પોતાને આનંદમાં માણે છે. લોકો એમપણ સમજે છે કે સિગરેટ પીવાથી તેમના પરથી કામનું ભારણ તથા ટેન્શન દૂર થયાનો અહેસાસ થાય છે. ત્યારબાદ ઘણા લોકો હળવાફૂલ અનુભવે છે.