For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Hindi Day 2023: 10 જાન્યુઆરીએ મનાવાય છે વિશ્વ હિન્દી દિવસ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. અહીં જાણો તેનો ઈતિહાસ અને તેનુ મહત્વ.

|
Google Oneindia Gujarati News

World Hindi Day 2023: 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. જેનો હેતુ ભાષાનો પ્રોત્સાહન આપવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 10 જાન્યુઆરીના રોજ પહેલી વાર હિન્દી બોલવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તે આનાથી અલગ છે. ભારતની બંધારણ સભાએ 1949માં હિંદીને ભારતની અધિકૃત ભાષાઓમાંથી એક તરીકે અપનાવી અને માન્યતા આપી છે.

hindi

હિંદી દિવસનો ઈતિહાસ

વર્ષ 2006માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના આદેશ પર પહેલી વાર વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 10 જાન્યુઆરીની તારીખ વિશ્વ હિન્દી દિવસ માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે 1949માં આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પહેલીવાર હિન્દી બોલવામાં આવી હતી. વળી, 1975માં આ જ દિવસે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ હિન્દી વિદ્વાનો, લેખકો અને અવોર્ડ વિજેતાઓને સાથે લાવવાના ધ્યેય સાથે વિશ્વ હિન્દી સંમેલનની સ્થાપના કરી હતી જેમણે ભાષાના વિકાસમાં યોગદાન આપ્યુ હોય અને તેમના પ્રયત્નોની કદર કરી હોય.

10 જાન્યુઆરી 1975ના રોજ પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનુ ઉદ્ઘાટન થયુ હતુ. આ વિશ્વ હિન્દી સંમેલન નાગપુરમાં 10થી 12 જાન્યુઆરી 1975 દરમિયાન યોજાયુ હતુ. મોરેશિયસના તત્કાલીન વડા પ્રધાન શિવસાગર રામગુલામ મુખ્ય અતિથિ તરીકે સંમેલનમાં હાજર રહ્યા હતા. આ સંમેલનમાં લગભગ 30 દેશોના 100થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

હિન્દી ભાષા વિશે રસપ્રદ વાતો

  • 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં હિન્દી બોલનારાઓની સંખ્યા 43.63 ટકા છે, જે દેશની તમામ ભાષાઓમાં સૌથી વધુ છે.
  • હિન્દી એ વિશ્વના લગભગ 430 મિલિયન લોકોની પ્રથમ ભાષા છે.
  • હિન્દી સંસ્કૃત ભાષાની વંશજ હોવાનુ કહેવાય છે.
  • હિન્દીમાં શબ્દો અને વ્યાકરણ પ્રાચીન ભાષાને અનુસરે છે.
  • ભારતમાં બોલવામાં આવતી ભાષા ઉપરાંત યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ), નેપાળ, ફિજી, મોરેશિયસ વગેરે સહિત વિશ્વના ઘણા ભાગોમાં પણ આ ભાષા બોલાય છે.
  • હિન્દી અને નેપાળી ભાષામાં એક જ લિપિ છે, જે દેવનાગરી છે.
  • હિન્દીને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
English summary
World Hindi Day today on 10 January, Know its history and significance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X