કોલસા કૌભાંડની તપાસમાં મોડું કરવાનો પ્રયાસઃ ભાજપ

Coalgate
નવીદિલ્હી, 14 ફેબ્રુઆરીઃ ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર પર જાણી જોઇને કોલસા કૌભાંડમાં મોડુ કરવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપ પ્રવક્તા નિર્મળા સીતારામને કહ્યું કે સરકાર જાણીજોઇને કોલસા ગોટાળાની તપાસમાં મોડું કરવાનો પ્રયત્ન કરી રહી છે.

તેમણે કહ્યું કે, સરકાર પહેલા ગોટાળાને છુપાવવાનો પ્રયત્ન કરતી હતી અને પછી આરોપોને નકારે છે અને હવે તપાસમાં મોડું કરવાનો પ્રયત્ન કરી રહી છે.

નિર્મળા સિતારામન સીબીઆઇને કોલગેટ સંબંધિત દસ્તાવેજો નહીં મળવાની પોતાની પ્રતિક્રિયા આપી રહી હતી.

તેમણે કહ્યું કે કોંગ્રેસે જાણી જોઇને 2004 બાદની ફાઇલ સીબીઆઇને મોકલી નથી, સાથે જ તેમણે એવી માંગ કરી છે કે સરકારે તુરત જરૂરી ફાઇલો સીબીઆઇને સોંપી દેવી જોઇએ.

નોંધનીય છે કે કોલસા ગોટાળાની તપાસમાં સીબીઆઇને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોલસા મંત્રાલયથી સીબીઆઇને અત્યારસુધી 40 કોલ બ્લોકમાં હરાજીના દસ્તાવેજ મળ્યા નથી.

સીબીઆઇ ડિરેક્ટર રંજીત સિન્હાએ આ વાત બુધવારે પીએસીની સામે કહી. કોલસા ગોટાળાની તપાસમાં મોડું થવા અંગે પીએસીએ નારાજગી વ્યક્ત કરી છે.

એક લાખ છ્યાસી હજાર કરોડ રૂપિયાની કોલસા ગોટાળાની તપાસની જવાબદારી પાંચ મહિના પહેલા સીબીઆઇને સોંપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X