પરમવિર સિંહની ટ્રાંસફર પછી ચિઠ્ઠી લખવીએ ઘણા સવાલ ઉભા કરે છે: એનસીપી નેતા નવાબ મલિક
એનસીપીના નેતા અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર લગાવવામાં આવેલા આરોપો અંગે સવાલ ઉઠાવ્યા છે. સોમવારે નવાબ મલિકે કહ્યું કે, 'પરમવીર સિંહના પત્રથી સવાલો ઉભા થાય છે. તે ટ્રાન્સફર પછી લખ્યું હતું. તેમણે આ પત્ર અગાઉ કેમ નથી લખ્યો?
નવાબ મલિકે વધુમાં જણાવ્યું હતું કે દેશમુખને ફેબ્રુઆરીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન ગયા હતા. સત્ય બહાર આવશે. તેમણે વધુમાં કહ્યું કે આ સરકારને બદનામ કરવાનું કાવતરું છે.
એનસીપી નેતાએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. ખાલી પત્રના આધારે રાજીનામું લેવાનો કોઈ સવાલ નથી. પાર્ટી તપાસ બાદ જ કોઈ નિર્ણય લેશે.
મહત્ત્વની વાત એ છે કે પરમબીરસિંહે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે રાજ્યના ગૃહ પ્રધાન પર આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખ તેમના ઘરેથી પોલીસ અધિકારીઓને બોલાવતા હતા અને તેમને બાર, રેસ્ટોરન્ટ વગેરેમાંથી વસુલી કરવા ટાર્ગેટ બનાવતા હતા.
તેમણે પત્રમાં એમ પણ કહ્યું હતું કે અનિલ દેશમુખે સચિન વાજેને દર મહિને 100 કરોડની વસૂલાત કરવાનું કહ્યું હતું, જેમાંથી અડધા નાણાં બાર, રેસ્ટોરાં અને શહેરમાં કાર્યરત આવા અન્ય વ્યવસાયો પાસેથી વસૂલ કરવા જોઈએ.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનનો વિચાર પણ ના કરે, નહીતર...: સંજય રાઉત