For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેંગની અદાઓ પર ફિદા થયા શી જિનપિંગ...40 મિનિટમાં કર્યો લગ્નનો નિર્ણય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત પ્રવાસ દરમિયાન તેમની પત્ની પેંગ લિયુઆન પણ છે. પેંગ સારી લોક ગાયિકા છે અને ચીનની ફેશન આઇકન પણ. ચીનનું મીડિયા પણ ફર્સ્ટ લેડીના ફેશન અને સ્ટાઇલના દિવાનું છે અને પેંગ હવે પોતાની સ્ટાઇલની છાપ આખી દુનિયામાં છોડી રહ્યાં છે.

મંગોલિયા, તજાકિસ્તાન અને શ્રીલંકાના પ્રવાસ બાદ ચીનની ફર્સ્ટ લેડી પતિ શી જિનપિંગની સાથે અમદાવાદ પહોંચી છે. ખાસ વાત એ છે કે ચીનમાં હવે 'વાઇફ ડિપ્લોમેસી' પર પણ ફોકસ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવે છે કે અત્યારસુધી ચીની રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસમાં તેમની પત્નીને જાણીજોઇને દૂર રાખવામાં આવતી હતી. પરંતુ પેંગે આ ચલણને તોડ્યું છે.

લગભગ ત્રણ દાયકા સુધી પેંગ સુપરસ્ટાર રહી. પેંગ ચીનનાઅ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે લગ્ન પહેલાં ચીનની સૌથી ચર્ચિત ગાયિકા તરીકે ઓળખવામાં આવતી હતી. શી જિનપિંગ સાથે પેંગ લિયુઆનના લગ્ન લગભગ 27 વર્ષ પહેલાં 1987માં થયા હતા. કહેવામાં આવે છે કે બંનેની મુલાકાત 1986માં એક કોમન ફ્રેંડના માધ્યમથી થઇ હતી અને પેંગને જિનપિંગ સાથે જીંદગીભરનો સંબંધ જોડવાનો નિર્ણય લેવામાં ફક્ત 40 મિનિટ લાગી હતી. પેંગ ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીમાં સૌથી નાની ઉંમરમાં મેજર જનરલ બનનાર પ્રથમ નાગરિક છે.

27 વર્ષ પહેલાં થયા લગ્ન

27 વર્ષ પહેલાં થયા લગ્ન

પેંગ ચીનનાઅ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે લગ્ન પહેલાં ચીનની સૌથી ચર્ચિત ગાયિકા તરીકે ઓળખવામાં આવતી હતી. શી જિનપિંગ સાથે પેંગ લિયુઆનના લગ્ન લગભગ 27 વર્ષ પહેલાં 1987માં થયા હતા.

40 મિનિટમાં કર્યો નિર્ણય

40 મિનિટમાં કર્યો નિર્ણય

કહેવામાં આવે છે કે બંનેની મુલાકાત 1986માં એક કોમન ફ્રેંડના માધ્યમથી થઇ હતી અને પેંગને જિનપિંગ સાથે જીંદગીભરનો સંબંધ જોડવાનો નિર્ણય લેવામાં ફક્ત 40 મિનિટ લાગી હતી.

નાની ઉંમરમાં મેજર

નાની ઉંમરમાં મેજર

પેંગ ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીમાં સૌથી નાની ઉંમરમાં મેજર જનરલ બનનાર પ્રથમ નાગરિક છે.

ચીનની ફર્સ્ટ લેડી

ચીનની ફર્સ્ટ લેડી

ગાવાના તમામ એવોર્ડ્સ જીતી ચૂકેલી પેંગ ચીનની પ્રથમ એવી વ્યક્તિ છે જેમણે પારંપરિક સંગીતમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્તક કરી. વર્ષ 1962માં પેંગનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. પરંતુ ગરીબીથી બહાર નિકળીને પેંગ પોતાના દેશની મશહૂર ગાયિકા બની અને હવે ચીનની ફર્સ્ટ લેડી તરીકે ઓળખવામાં આવે છે.

દુનિયાની સૌથી તાકતવર મહિલા

દુનિયાની સૌથી તાકતવર મહિલા

વર્ષ 2014માં પેંગને ફોર્બ્સ મેગેજીને દુનિયાની સૌથી તાકતવર મહિલાઓની યાદીમાં 57મા નંબરે મુકી હતી.

બ્રાંડ એમ્બેસેડરની ભૂમિકા

બ્રાંડ એમ્બેસેડરની ભૂમિકા

પેંગ પોતાની વિદેશ યાત્રામાં મેજબાન દેશની પ્રથમ મહિલાને ચીનમાં બનેલા કોસ્મેટિક અને ચીનમાં બનેલા બીજા સામાન આપીને ચીની સામાનની બ્રાંડ એમ્બેસેડરની ભૂમિકા ભજવતી રહી છે પરંતુ ભારતમાં એવું બની ન શક્યું.

નોલેજ એક્સચેંજ પ્રોગામ

નોલેજ એક્સચેંજ પ્રોગામ

આ સ્કુલમાં ગત 8 વર્ષોથી ડિસ્ટેંસ લર્નિંગ પ્રોગામના માધ્યમથી ચીન નોલેજ એક્સચેંજ પ્રોગામ ચલાવવામાં આવી રહ્યો છે. જેથી ભારતીય વિદ્યાર્થી ચીની વિદ્યાર્થીને કથક અને યોગ શિખવાડે છે અને ચીનના વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓને થાઇ ચી (મગજની કસરત અને ડિફેંસ આર્ટ) અને સુલેખ શિખવાડે છે. આ અભ્યાસ વીડિયો કોંફ્રેસિંગના માધ્યમથી કરવામાં આવે છે.

તેમના અંદાજની પણ ચર્ચા

તેમના અંદાજની પણ ચર્ચા

ચીનની ફર્સ્ટ લેડીની સુંદરતાથી માંડીને તેમના અંદાજ સુધી અને તેમના સંગીતથી માંડીને તેમના કામ સુધી દરેક વસ્તુની ચર્ચા છે, જોતા રહો ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ચીનની ફર્સ્ટ લેડીના ભારતમાં વધુ કેટલા રંગે જોવા મળે છે.

English summary
"Wife diplomacy", which has become focus of China's new leadership, would come into full play in India tomorrow when Chinese Xi Jinping arrives in Ahemdabad along with his singer wife Peng Liyuan, who has become a fashion icon here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X