For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યશવંત સિન્હાએ આડકતરી રીતે મોદી પર કર્યો પ્રહાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

yashwant-sinha
નવી દિલ્હી, 28 જૂન: ઉત્તરાખંડની આપત્તિમાં ફસાયેલા લોકોમાં ફક્ત ગુજરાતી લોકોને બચાવવા સંબંધી સમાચારો પર અપ્રત્યક્ષ રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આડે લેતાં વરિષ્ઠ ભાજપા નેતા યશવંત સિન્હાએ ગુરૂવારે કહ્યું હતું કે કોઇપણ નેતાને પીડિત લોકોને બચાવતી વખતે સંક્ષિપ્ત મર્યાદા રાખવી ન જોઇએ.

યશવંત સિન્હાએ સંવાદદાતાઓ સાથે વાતચીત દરમિયાન દહેરાદુન હવાઇમથક પર બુધવારે કોંગ્રેસ અને ટીડીપી (તેલૂગૂ દેશમ પાર્ટી)ના નેતાઓ વચ્ચે થયેલી રકઝકની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમને કહ્યું હતું કે શું આપણે આ પ્રકારની સાંકડાપણું બતાવવું જોઇએ કે આંધ્ર પ્રદેશના સાંસદ ફક્ત પ્રદેશના લોકોને બચાવી રહ્યાં છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે ઉત્તરાખંડથી નરેન્દ્ર મોદી દ્વારા 15 હજાર ગુજરાતીઓને સુરક્ષિત નીકાળવાના સમાચારનો ઉલ્લેખ કરી રહ્યાં છે તો તેમને કહ્યું હતું કે હું બધાની વાત કરી રહ્યો છું. જો કોઇ રાષ્ટ્રીય નેતા છે તો તેને દેશના બધા ભાગોની ચિંતા કરવી જોઇએ. યશવંત સિન્હાએ કહ્યું હતું કે તે ઝારખંડથી સાંસદ છે, તેનો એ મતલબ નથી કે તે બીજા રાજ્યોની અનદેખી કરશે.

ત્યારબાદ યશવંત સિન્હાએ નરેન્દ્ર મોદીના ઉત્તરાખંડ જવાના નિર્ણયનો બચાવ પણ કર્યો હતો. જો કે ગુજરાતીઓને જ બચાવવાના નરેન્દ્ર મોદીના પગલાંના પક્ષમાં કોઇ દલીલ આપી ન હતી. યશવંત સિન્હાએ કહ્યું હતું કે જો કોંગ્રેસ પ્રવક્તાને લાગે છે કે નરેન્દ્ર મોદીનું ઉત્તરાખંડ જવું ખરાબ હતું તો રાહુલ ગાંધી ત્યાં કેમ ગયા. મેં સમાચાર વાંચ્યા હતા કે રાહુલ ગાંધીની યાત્રાના કારણે અર્ધસૈનિક બળે એક શિવિરને હટાવી દિધી હતી. કેદારનાથ મંદિરમાં પુનનિર્માણ કાર્યના મુદ્દે પણ યશવંત સિન્હાએ નરેન્દ્ર મોદીના નિવેદનથી સંયોગ વ્યક્ત કર્યો ન હતો. ગુજરાતના મુખ્યમંત્રીએ મંદિરમાં પુનનિર્માણ કાર્યની રજૂઆત કરી હતી.

English summary
Yashwant Sinha on Thursday made a veiled attack on Narendra Modi on the issue of rescuing Uttarakhand victims from his state alone, saying no politician should be parochial in his approach while saving lives of the stranded people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X