'યે દિલ માંગે મોર' તમે અમને 300 કમલ આપો: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

પાલમપુર, 29 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મંગળવારે યુપીએ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે ભાજપના સમર્થનમાં એક નવો નારો આપ્યો અને કહ્યું- યે દિલ માંગે મોર. તેમણે લોકોને અપીલ કરી કે તમે અમને 300 કમલ (સીટ) આપો જેથી અમે મજબૂત સરકાર બનાવી શકીએ.

હિમાચલ પ્રદેશના પાલમપુરમાં આયોજિત જનસભાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશને કોંગ્રેસ સરકારે બરબાદ કરી દિધો. આજે તેમના લીધે દેશની ગાડી ખાઇમાં પડી ગઇ છે એટલા માટે તેમના વિરૂદ્ધ જનતામાં એકદમ ગુસ્સો છે.

નરેન્દ્ર મોદીએ ઘોષણાપત્ર પર નિશાન સાધતાં કહ્યું કે કોંગ્રેસને વર્ષ 2009ના પોતાના ઘોષણાપત્રમાં લખ્યું હતું કે વધતી મોંધવારીને 100 દિવસોમાં કામ કરશે પરંતુ શું મોંઘવારી ઓછી થઇ, જેમણે જનતાને દગો કર્યો, વાયદો તોડ્યો શું જનતા તેમની સાથે સંબંધ તોડશે નહી. તેમણે કહ્યું કે કોંગ્રેસ દગાબાજ પાર્ટી અને તેમનું ઘોષણાપત્ર નહી દગા પત્ર છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતા ભૂલ માફ કરે છે, દગો નહી. જનતા દગાબાજોને સબક જરૂર શિખવાડશે.

narendra-modi-666

નરેન્દ્ર મોદીએ જનતા પાસે 60 મહિના સેવા કરવાની તક માંગી. તેમણે કહ્યું કે આ વખતે નેતા નહી જનતા ચૂંટણી લડી રહી છે. તેમણે નવયુવાનોને આહવાન કર્યું કે આ વખતે મતદાતા નહી ભાગ્યવિધાતા બને.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જેવો મોટો દેશ આજે પણ શક્તિશાળી છે પરંતુ તેને સુરક્ષિત હાથોમાં રાખવો પડશે. આ જે માતા-પુત્રની સરકાર છે, ઓક્સિજન પર ચાલી રહી છે. થોડા દિવસો બાકી છે. મૃત સરકાર દેશનું ભલું નહી કરી શકે. પરંતુ યે દિલ માંગે મોર...તમે પરિવર્તન કરો. મને 300 કમળ જોઇએ અને તેમાં હિમાચલની ચારેય તરફ હોય.

English summary
Addressing an election rally in this picturesque town in the foothills of the Dhauladhar ranges, Modi said, “Yeh Dil Maange More , give us 300 lotuses and I want all the four seats from Himachal Pradesh."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X